ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મૌની અમાવસ્યાએ મહા કુંભ જતા ભક્તો માટે યુપી સરકારે જાહેર કરી એડવાઈઝરી

Text To Speech

પ્રયાગરાજ, 28 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ ચાલી રહ્યો છે. આ મહા કુંભમાં દેશ ઉપરાંત વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. ત્યારે મહા કુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મહાકુંભ ઓથોરિટીએ કાલે બુધવારે આવતી મૌની અમાવસ્યા અંગે એક એડવાઈઝરી જાહેર કરી છે.

આ કુંભ મેળામાં ભક્તોને સલામતીના નિયમોનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભક્તોએ સંગમ ઘાટ સુધી પહોંચવા માટે નિર્ધારિત લાઈનનો જ ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે ફક્ત રીટર્ન લાઈનમાંથી જ બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્નાન કરી લીધા બાદ કોઈપણ ઘાટ પર બિનજરૂરી રીતે લાંબા સમય સુધી ન રહો.

સરકારનું માનવું છે કે મૌની અમાવસ્યાએ પવિત્ર સ્નાન માટે લાખો ભક્તો સંગમ ઘાટ પર આવશે. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. યુપી પોલીસ પ્રશાસને સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે કડક પગલાં લીધા છે. મહા કુંભમાં તૈનાત પોલીસ દળ, ટ્રાફિક અધિકારીઓ અને ખાસ ડોકટરોની ટીમો કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં મદદ પૂરી પાડવા માટે 24 કલાક એક્ટિવ રહેશે. મૌની અમાવસ્યા માટે ખાસ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને પણ પોલીસને સહકાર આપવા, સતર્ક રહેવા અને કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં મદદ લેવા અપીલ કરવામાં આવી છે.

Back to top button