UP: સગીરા પર દુષ્કર્મના આરોપીને કોર્ટે 25 વર્ષની સજા અને દંડ ફટકાર્યો
- યુપીના પ્રતાપગઢમાં કોર્ટે એક વ્યક્તિને 16 વર્ષની બાળકી પર દુષ્કર્મનો દોષી ઠેરવ્યો છે.
- આ કેસમાં કોર્ટે 25 વર્ષની સજા અને 75 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
પ્રતાપગઢ: યુપીના પ્રતાપગઢ જિલ્લામાં એક વિશેષ અદાલતે એક સગીરા પર દુષ્કર્મનો દોષી ઠેરવ્યો છે અને તેને 25 વર્ષની જેલની સજા ફટકારી છે અને દંડ પણ ફટકાર્યો છે. આ મામલો 2 વર્ષ જૂનો છે જેમાં આરોપીએ એક સગીર છોકરીનું અપહરણ કર્યું હતું અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ પક્ષે રવિવારે કહ્યું કે જિલ્લા એડિશનલ સેશન્સ જજ (પોક્સો એક્ટ) આલોક દ્વિવેદીની કોર્ટે આ કેસમાં આરોપી સોનુ ગુપ્તાને દોષિત ઠેરવ્યો અને તેને 25 વર્ષની જેલ અને 75 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે.
પીડિતાના પરિવારે રાણીગંજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 20 નવેમ્બર 2021ના રોજ જ્યારે તેમની 16 વર્ષની દીકરી સ્કૂલેથી પાછી આવી રહી હતી ત્યારે સોનુ ગુપ્તાએ તેને પકડીને બળજબરીથી પોતાની કારમાં બેસાડી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
ઘરે પરત ફર્યા પછી પીડિતાએ તેના પરિવારના સભ્યોને તેની સાથે બનેલી ઘટના જણાવી હતી અને આ ઘટના વિશે તે કોઈને જાણ કરશે તો સોનુ ગુપ્તાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સોનુ ગુપ્તા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો સહિત અપહરણ, દુષ્કર્મ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને તપાસ પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો, ભારતની GDPએ 4 ટ્રિલિયન ડોલરના માઈલસ્ટોનને પાર કર્યો