ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અકસ્માત બસ્તી જિલ્લાના મુંડરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-28 ખજૌલામાં થયો હતો. પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર કાબુ બહાર જઈ ઝાડ સાથે અથડાઈ હતી. આ સ્કોર્પિયો વાહનમાં મોતીલાલ સિંહ તેમની પત્ની સાથે સવાર હતા અને ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો.
ઓએસડી મોતીલાલ સિંહનું રોડ અકસ્માતમાં મોત
જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ છે. જેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. મોતીલાલ સિંહની પત્નીની હાલત નાજુક છે. એક પ્રાણીને બચાવવાના ચક્કરમાં આ માર્ગ અકસ્માત થયો હતો.
UP CM Yogi Adityanath's OSD Motilal dies in road accident
Read @ANI Story | https://t.co/3L6xCX8aSN#RoadAccident #YogiAdityanath #motilalsingh pic.twitter.com/fkW0N5bYRf
— ANI Digital (@ani_digital) August 26, 2022
પત્નીની હાલત નાજૂક
તાજેતરમાં ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેમ્પ ઓફિસમાં પોસ્ટ કરાયેલ પબ્લિક જનરલ રિડ્રેસલ ઓફિસર / OSD મોતીલાલ સિંહનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા બાદ મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરમાં જોડાયા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળતા હતા.
પત્ની અને ડ્રાઈવરને ગંભીર ઈજા
ઓએસડી બનતા પહેલા મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરના હિન્દુ સેવાશ્રમમાં સંચાલિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જનસુનાવણી કેન્દ્રમાં લોકોની જનસમસ્યાઓ સાંભળતા હતા. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને ગોરખપુર કેમ્પ ઓફિસમાં OSD બનાવ્યા. તેમનું કામ ગોરખનાથ મંદિરમાં લોકોની ફરિયાદો સાંભળવાનું હતું.
UP CM Yogi Adityanath expresses condolences on the passing away of his OSD Motilal Singh in a road accident in Basti today.
Singh was deputed at the Chief Minister's Camp Office, Gorakhpur. pic.twitter.com/XPVBxi19dI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 26, 2022
કાર ઝાડ સાથે અથડાઈ
જણાવવામાં આવી રહ્યું છે કે ઓએસડી મોતીલાલ સિંહ કોઈ કામ માટે લખનઉ આવી રહ્યા હતા. તે ગોરખપુરથી બસ્તી જિલ્લાના મુંડરવા સ્થિત NH પર પહોંચ્યા હતા. તે દરમિયાન એક જાનવર રસ્તા પર આવી ગયું હતું. તેને બચાવવાની કોશિષમાં તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે સ્કોર્પિયો ફંગોળાઈ ગઈ હતી અને મોતીલાલ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્ની અને ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી.
સીએમ યોગીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગોરખપુર મેડિકલ કોલેજના ડોક્ટરો સાથે વાત કર્યા બાદ ઓએસડી મોતીલાલ સિંહની પત્નીને વધુ સારી સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ યોગી આજે ગમે ત્યારે ગોરખપુર જઈ શકે છે અને મોતીલાલ સિંહના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે.