યોગી આદિત્યનાથની બાયોપિકની પહેલી ઝલક, ભગવા રંગમાં જોવા મળ્યા અનંત જોશી


મુંબઈ, 26 માર્ચ 2025 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર એક ફિલ્મ બની રહી છે, જેનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી’ છે. ફિલ્મની પહેલી ઝલક સામે આવી ગઈ છે. ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે જેમાં અભિનેતા અનંત જોશી ભગવા રંગના કપડાંમાં જોઈ શકાય છે. મોશન પોસ્ટરમાં યોગી આદિત્યનાથની યાત્રા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વીડિયો તેમના અંગત જીવન, આધ્યાત્મિક અને રાજકીય સફરની ઝલક આપે છે. આ ફિલ્મમાં વિગતવાર બતાવવામાં આવશે.
View this post on Instagram
આ ફિલ્મ સમ્રાટ સિનેમેટિક્સ હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતા રીતુ મેંગી છે અને દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમે સંભાળ્યું છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તા દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. આ ફિલ્મમાં તેમના રાજકીય નિર્ણયો, બલિદાન, ભગવાન સાથેના તેમના સંબંધને દર્શાવવામાં આવશે. યોગી આદિત્યનાથની આ બાયોપિકમાં, અભિનેતા અનંત જોશી મુખ્ય ભૂમિકામાં છે, જેમને તમે રવિ કિશનની વેબ સિરીઝ ‘મામલા લીગલ હૈ’માં જોયા હશે. આ ઉપરાંત, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆ, અજય મેંગી, પવન મલ્હોત્રા, ગરિમા સિંહ, ઇશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટર મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર ગૌરામે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમારી ફિલ્મ આપણા દેશના યુવાનો માટે પ્રેરણાદાયક છે, જેમાં ઉત્તરાખંડના એક દૂરના ગામડાના એક સરળ મધ્યમ વર્ગના છોકરાને દર્શાવવામાં આવ્યો છે જે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યનો મુખ્યમંત્રી બને છે. તેમની યાત્રા નિશ્ચય, નિઃસ્વાર્થતા, શ્રદ્ધા અને નેતૃત્વની છે, અને અમે તેમના અદ્ભુત જીવનને ન્યાય આપતી ફિલ્મ બનાવવા માટે સખત મહેનત કરી છે.” આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. જોકે, રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : ગુજરાત : ઉનાળાની શરુઆત સાથે જ પાણીનો પુરવઠો ખૂટ્યો, 63 જળાશયોમાં જાણો કેટલું જળસ્તર