ગુજરાતની ચૂંટણીમાં યુપી-બિહારવાળી!! કોંગ્રેસ ઉમેદવારના બેનરવાળા સ્ટેજ પર ડાન્સરે લગાવ્યા ઠુમકા
આણંદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જે અંતર્ગત સોમવારે મતદાન થશે. ચૂંટણી જંગમાં બાજી મારવા ઉમેદવાર કોઈપણ હદે પ્રચાર-પ્રસાર કરતા અચકાતા નથી. ત્યારે હવે ગુજરાતમાં પણ યુપી-બિહારની જેવો જ ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના ઉમેદવારનાં બેનરવાળા મંચ પર ડાન્સરોનો ડાન્સ
આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી. નેતાની સભા શરૂ થાય તે પહેલાં ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારનાં બેનરવાળા મંચ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાના વીડિયો વાયરલ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સભામાં ભીડ ભેગી કરવા ડાન્સરનો સહારો લીધો હતો તેવું લોકમુખે ચર્ચા છે. જો કે હમ દેંખેગેની ટીમ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તેમજ આ વીડિયો કયાંનો છે તે અંગે પણ કોઈ પુષ્ટિ કરતું નથી.
મત મેળવવા ડાન્સરોનો સહારો!!
બોરસદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકોએ કહ્યું કે, શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કોંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેટલાંક વીડિયોમાં નશાની હાલતમાં યુવાનો જોવા મળી રહ્યા છે.