ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP ATS દ્વારા ISIS સાથે જોડાયેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓની ધરપકડ

  • ઉત્તરપ્રદેશમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એક્શન મોડમાં આવી
  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓ નીકળ્યા આતંકવાદી
  • ATS દ્વારા ISIS સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓની ધરપકડ

લખનૌ : ઉત્તરપ્રદેશમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એક્શન મોડમાં આવી છે. 5 નવેમ્બરના રોજ અલીગઢમાંથી ISના બે આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ, ATSએ શનિવારે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)ના વધુ ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. જેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થીઓ રહેલા છે.

5 નવેમ્બરે અલીગઢમાંથી ISના આતંકવાદીઓ અબ્દુલ્લા અરસલાન અને માઝ બિન તારિકની ધરપકડ કર્યા બાદ ATSએ તેમના અન્ય સક્રિય સહયોગીઓની શોધ શરૂ કરી હતી. જે બાદ તેનો સક્રિય સહયોગી વજીહુદ્દીન છત્તીસગઢમાંથી ઝડપાયો હતો. ISISના પૂણે મોડ્યુલ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓના અન્ય કેટલાક સહયોગીઓની પણ શોધ કરવામાં આવી રહી છે.

અધિકારીઓ દ્વારા આપવામાં આવી માહિતી

કાયદો અને વ્યવસ્થા વિભાગના સ્પેશિયલ DG પ્રશાંત કુમારે જણાવ્યું કે, “ISના આતંકવાદીઓ ભદોહીના રહેવાસી રકીબ ઇમામ અંસારી, સંભલના રહેવાસી નાવેદ સિદ્દીકી, નોમાન ગફાર અને મોહમ્મદ નાઝીમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રકીબ ઈમામે AMUમાંથી B.Tech અને M.Tech, નાવેદ સિદ્દીકીએ B.Sc અને નોમાને BA કર્યું છે. નોમાન દ્વારા નાઝીમ AMUના IS મોડ્યુલ સાથે જોડાયેલો હતો. AMUના વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ઑફ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (SAMU) સાથે તેમનો ગાઢ સંબંધ રહેલો છે.

ATSના ADG મોહિત અગ્રવાલના જણાવ્યા અનુસાર, રાબિક શુક્રવારે અલીગઢથી પકડાયો હતો. જ્યારે નાવેદ, નોમાન અને નાઝીમ શનિવારે સંભલથી પકડાયા હતા. ચારેય ISમાં જોડાઈને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતા.

આતંકીઓ ગુપ્ત સ્થળોએ આતંકવાદી તાલીમ લેતા હતા

આતંકવાદીઓ જેહાદની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા. ATS તેમના અન્ય કેટલાક સહયોગીઓને પણ શોધી રહી છે. આતંકવાદીઓ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઘણા યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવાની સાથે તેમને ગુપ્ત સ્થળોએ આતંકવાદી તાલીમ પણ આપતા હતા.

મોટી આતંકવાદી ઘટનાઓનું રચ્યું હતું કાવતરું

ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં આતંકવાદીઓ દ્વારા મોટી આતંકવાદી ઘટનાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. ATS ચારેય આરોપીઓને પોલીસ રિમાન્ડ પર લેવાની પણ તૈયારી કરી રહી છે. ATS અગાઉ પકડાયેલા અબ્દુલ્લા અને તારિકને પોલીસ રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. બંને પાસેથી ઘણા રહસ્યો પણ ખુલ્યા છે, જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ATSએ આરોપી બનાવ્યા હતા

અબ્દુલ્લા અને તારિક ઉપરાંત ATSએ દિલ્હીના રહેવાસી શાહનવાઝ, રિઝવાન અલી અને અરશદ વારસી, અલીગઢના રહેવાસી વજીહુદ્દીન, અબ્દુલ સમદ મલિક, ફૈઝાન બખ્તિયાર, સંભલ નિવાસી મોહમ્મદ નાવેદ સિદ્દીકી, પ્રયાગરાજ નિવાસી રિઝવાન અશરફ અને અન્યને તેના કેસમાં આરોપી તરીકે નામ આપ્યા હતા. આરોપીઓનું નેટવર્ક અલીગઢ ઉપરાંત સંભલ, પ્રયાગરાજ, લખનૌ, રામપુર, કૌશામ્બી, સહારનપુર અને અન્ય જિલ્લાઓમાં ફેલાયેલું છે. આ શહેરોમાં પણ એટીએસની ટીમો અનેક શકમંદોની તપાસ કરી રહી છે.

આ પણ જુઓ :મિઝોરમમાં રૂ.18 કરોડથી વધુનું હેરોઈન જપ્ત, મ્યાનમારના પાંચ નાગરિકોની ધરપકડ

Back to top button