‘જ્યાં સુધી યોગી PM નહીં બને ત્યાં સુધી હું …: ગોલ્ડન બાબાના શપથ


કાનપુર, 05 ફેબ્રુઆરી : મનોજ સિંહ ઉર્ફે મનોજાનંદ યુપીના કાનપુરમાં(Kanpur) ગોલ્ડન બાબા તરીકે ઓળખાય છે. તે પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. સોમવારે તેમણે સીએમ યોગી માટે શપથ લીધા હતા. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી સીએમ યોગી પીએમ નહીં બને ત્યાં સુધી તેઓ તેમના 4.5 કિલો ચાંદીના ચંપલ(Silver shoes) નહીં પહેરે. તે ખુલ્લા પગે ફરશે.
ગોલ્ડન બાબા મનોજ સિંહ ઉર્ફે મનોજાનંદ હંમેશા પોતાના વીડિયો અને સોનાના દાગીનાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશના સીએમ યોગી(Cm Yogi) પીએમ નહીં બને ત્યાં સુધી તેઓ ચાંદીના ચંપલ નહીં પહેરે.
મનોજ સિંઘના ચાંદીના ચંપલનું(Silver shoes) વજન 4.5 કિલો છે. જો કે તેમણે શપથ લેતા જ પગમાંથી કાઢી બાજુ પર મૂકી દીધા હતા. સોનાના દાગીના પહેરવાના કારણે મનોજ સિંહને ગોલ્ડન બાબા કહેવામાં આવે છે. તેમના આખા શરીરમાં સોનું દેખાય છે. ગળામાં અનેક સોનાની ચેન, બખ્તર, કાનની બુટ્ટી, સોનાની કમરબંધ, કડા, તમામ આંગળીઓમાં વીંટી તેમજ રિવોલ્વરનો બટ પણ સોનાનો બનેલો છે.
આ સાથે ગોલ્ડન બાબા હંમેશા પોતાના હાથમાં લાડુ ગોપાલની સોનાની મૂર્તિ રાખે છે. પોતાના શપથ વિષે તેમણે કહ્યું છે કે દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં માત્ર સીએમ યોગી જ અસરકારક સાબિત થઈ શકે છે. તેથી તેમણે પીએમ બનવું જોઈએ.
આ પણ વાંચોઃ ભારતે બ્રાઝિલથી આખલાના વીર્યની કરી આયાત, જાણો કેમ?