ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આ રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, વક્રી ગુરુનો જેકપોટ
- સુખ-સંપદા, વૈભવ અને ઐશ્વર્યના કારક ગુરુ હાલમાં વૃષભ રાશિમાં વિદ્યમાન છે અને ફેબ્રુઆરી 2025 સુધી આ રાશિમાં જ રહેશે. ગુરુની ચાલમાં થનારું પરિવર્તન અનેક રાશિઓના જાતકોનું જીવન બદલી શકે છે
જ્યોતિષીમાં દેવગુરૂનું વક્રી અવસ્થામાં આવવું એક મહત્ત્વની ઘટના માનવામાં આવે છે. સુખ-સંપદા, વૈભવ અને ઐશ્વર્યના કારક ગુરુ હાલમાં વૃષભ રાશિમાં વિદ્યમાન છે અને ફેબ્રુઆરી 2025 સુધી આ રાશિમાં જ રહેશે. ગુરુની ચાલમાં થનારું પરિવર્તન અનેક રાશિઓના જાતકોનું જીવન બદલી શકે છે. જાણો વક્રી ગુરુનો જેકપોટ કોને લાગશે અને કઈ રાશિનો શુભ પરિણામ આપશે
ગુરુ ક્યારે થશે વક્રી
ગુરુ 8 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10 વાગ્યે વક્રી થશે અને વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં જ પ્રવેશ કરશે. આવતા વર્ષે 4 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 1.46 વાગ્યા બાદ માર્ગી થશે. ગુરુની વક્રી ચાલ અનેક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. જાણો ગુરુની વક્રી ચાલ કઈ રાશિઓના જીવનમાં કમાલ કરશે.
મિથુન રાશિ
જ્યોતિષ ગણતરી અનુસાર ગુરુ મિથુન રાશિના દશમ ભાવમાં વક્રી થશે. આ રાશિના જાતકોને તેના સારા પરિણામ મળશે. વક્રી ગુરુના પ્રભાવથી આવકના નવા માર્ગ ખુલશે. ધન આગમનથી તમારું બેન્ક બેલેન્સ વધશે. ખર્ચાઓ ઘટશે. તમે આ સમયગાળામાં મહત્ત્વના નિર્ણયો લેવામાં સફળ રહેશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના 11માં ભાવમાં ગુરુ વક્રી થશે. વક્રી ગુરુ આ રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. આ સમયગાળામાં તમે તમારા પ્રયાસોમાં સફળતા મેળવશો. કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરી રહેલા લોકો સફળ થશે. ધર્મ-કર્મમાં તમારું મન લાગશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. રોકાયેલા નાણા પાછા મળશે. પરિવાર સાથે તમે સારો સમય વીતાવી શકશો.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે વક્રી ગુરુ અત્યંત શુભ રહેવાનો છે. તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુ વક્રી થઈ રહ્યો છે. જેના કારણે તમને ભાગ્યનો સાથ મળશે. ભાગ્યવશ તમારા કેટલાક કામ થશે. ઘરેલૂ સુખ વધશે. વેપારીઓ માટે આ સમય અનુકુળ રહેશે. કરિયરમાં તમે નામ કમાશો. ધન સંબંધિત બાબતોમાં સફળતા મળશે.
આ પણ વાંચોઃ એક વર્ષ બાદ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, 16 જુલાઈથી 30 દિવસ આ રાશિઓને આર્થિક લાભ