ટ્રેન્ડિંગધર્મ

2038 સુધી આ રાશિઓ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ, રહેશે સાડા સાતી

Text To Speech
  • શનિ દેવને આ ત્રણ રાશિઓનો સફર કરવામાં સાડા સાત વર્ષનો સમય લાગે છે અને તેથી તેને સાડાસાતી કહેવાય છે. જાણો વર્ષ 2038 સુધી કઈ રાશિઓ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે?

શનિ દેવ ક્રૂર, કર્મફળ દાતા અને ન્યાયના દેવતા છે. જ્યોતિષ વિદ્યામાં શનિની ચાલનું ખૂબ જ મહત્ત્વ હોય છે. શનિ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે. આ કારણે તેને એક રાશિ પૂરી કરવામાં કમ સે કમ 30 વર્ષ લાગે છે. શનિની સાડા સાતી ખૂબ કષ્ટદાયી હોય છે. જે રાશિ પર શનિની સાડાસાતી ચાલે છે, તેની આગલી રાશિ અને 12માં સ્થાન વાળી રાશિને પણ સાડાસાતી પ્રભાવિત કરે છે. શનિ દેવને આ ત્રણ રાશિઓનો સફર કરવામાં સાડા સાત વર્ષનો સમય લાગે છે અને તેથી તેને સાડાસાતી કહેવાય છે. જાણો વર્ષ 2038 સુધી કઈ રાશિઓ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે?

2038 સુધી આ રાશિઓ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ, રહેશે સાડા સાતી hum dekhenge news

2038 સુધી શનિની સાડા સાતી કોની પર?

શનિ હાલમાં કુંભ રાશિમાં બેઠો છે, જે આગામી 2025 સુધી મીન રાશિમાં ગોચર કરશે. વર્ષ 2025માં મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે. મીન રાશિ પર બીજો અને કુંભ રાશિ પર છેલ્લો તબક્કો રહેશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ 3 જૂન 2027 સુધી રહેશે. શનિના ગોચર કરતા જ મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે, જે 2032 સુધી રહેશે. વૃષભ રાશિના લોકો પર શનિની સાડા સાતીનો પહેલો તબક્કો વર્ષ 2027માં શરૂ તશે. મિથુન રાશિના લોકો પર 8 ઓગસ્ટ, 2029થી શનિની સાડાસાતી શરૂ થશે, જે ઓગસ્ટ 2036 સુધી રહેશે. શનિની સાડાસાતીનો પ્રભાવ કર્ક રાશિના લોકો પર મે 2032થી શરૂ થશે, જે 22 ઓક્ટોબર, 2038 સુધી ચાલશે. આવા સંજોગોમાં 2025થી 2038 દરમિયાન શનિની નજર કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિ પર રહેશે.

ત્રણ રાશિઓને મળશે મુક્તિ

2025માં મીન રાશિમાં શનિના પ્રવેશથી મકર રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહેલી ઢૈયા સમાપ્ત થશે.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર આ વખતે પાંચ રાજયોગ, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

Back to top button