ગુજરાતમાં કમોસમી વરસાદથી મળશે રાહત, પણ ઠંડીનો ચમકારો યથાવત
- આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો
- લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે
- ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનો ગરમ રહેશે
ગુજરાતમાં કમોસમી વરસાદથી રાહત મળશે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. તેમાં 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તેમજ ગુજરાતમાં 5 માર્ચથી ગરમી અનુભવાશે. ત્યારે પોરબંદરમાં 14.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: વડોદરાના તરસાલી હાઈવે પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ
લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે
લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે. તથા રાજ્યમાં માર્ચ મહિનો ગરમ રહેશે. તેમજ ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન છે. ભુજમાં 13.1 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજકોટમાં 13.2 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન છે. કેશોદમાં 13.4 તાપમાન નોંધાયું છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોની ચિંતા વધી હતી. દાહોદ, ઝાલોદ, લીમડી, લીમખેડામાં વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂક્યા હતા. જો કે હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો રાહતનો શ્વાસ લીધો છે.
આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી કરી હતી. રાજકોટમાં સહિતના આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો હતો. ભાવનગરમાં માવઠાના કારણે શહેરમાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં પણ મહામાં અષાઢ જેવો મહાલો સર્જાયો હતો. જિલ્લામાં બદલાયેલા હવામાનના પગલે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે.