કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, કેસર કેરીના પાકને નુકસાન જતા સરકાર પાસે માંગી મદદ

Text To Speech

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ક્યાક લેવાયેલો પાક બગડ્યો છે. તો ક્યાક ખેતરમાં લીધા વગરનો પાક પણ બગડી ગયો છે. ત્યારે આ કમોસમી વરસાદને પગલે કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

ગીર પંથકમાં કેસર કેરની પાકને મોટુ નુકસાન

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યું છે. કમોસમી માવઠું ખેડૂતો માટે મોટી મુશીબત બની ગયો છે. ત્યારે સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદની સાથે કરા પડતા મોટા ભાગની કેરીઓ ખરી પડી છે. અને કેરી પર કાળા ચાંદા પણ પડી ગયા છે. ત્યારે કેરીના પાકને નુકસાન જતા કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકાર પાસે યોગ્ય મદદની માંગ કરી રહ્યા છે.

કેસર કેરીને નુકસાન-humdekhengenews

ખેડૂતોએ સરકાર પાસે માંગી મદદ

કેસર કેરીના પાકને નુકસાન જતા ગીર પંથકના તમામ ગામોના સરપંચો, આગેવાનો અને ખેડૂતોએ તાલાલા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. અને સદંતર પાક નિષ્ફળ જવાની દહેશત સાથે કેસર કેરીને પાક વીમામાં સમાવવા અપીલ પણ કરી છે.અને સર્વે કરાવીને યોગ્ય મદદ કરવાની માંગ કરી છે.

કેસર કેરીને નુકસાન-humdekhengenews

50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના અને તાલાળામાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી આ અંગે ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના આખા પટ્ટામાં 50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો છે તેમ કહી શકાય છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ સાચવજો ! કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં પણ વધારો

Back to top button