સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો, જગતનો તાત ચિંતામાં મુકાયો
રાજ્યમાં ભર ઉનાળે જાણે ચામાસુ બેઠું હોય તેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે રાજ્યના અનેક વિસ્તારમા કમોસમી વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
ગઈ કાલે રાજ્યના વિવિધ વિસ્તારમા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધોરાજીના ગ્રામ્ય વિસ્તાર કલાણા, છત્રાસા, પાટણવાવમાં ભારે વરસાદ વરસ્યો છે. ગઈ કાલે છત્રાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. જૂનાગઢ અને માણાવદરને જોડતા રોડ ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે ખેડાના ગળતેશ્વર તાલુકામાં પર વરસાદ ખાબક્યો હતો.
આ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો
ગઈકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટના ધોરાજી પંથકના ભાડેર, કલાણાં, છત્રાસા અને પાટણવાવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં 3 કલાકમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતા. જ્યારે સેવાલીયામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા બાજરી, ઘઉં, તમાકુ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. અને જો અરવલ્લી જિલ્લાની વાત કરવામા આવે તો અરવલ્લીમાં મોડાસાના ઝાલોદર, માથાસૂલિયા, અણંદાપૂર સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આમ રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ અટકવાનું નામ નલી લઈ રહ્યો જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના ટાઢોબોળ : છેલ્લા 24 કલાકમાં નવા 73 કેસ નોંધાયા