ગુજરાત

અમદાવાદના લોકો માટે કમોસમી વરસાદ આશીર્વાદ સમાન, જાણો કેમ

Text To Speech
  • એર ક્વોલિટી ઈન્ડેક્સ 250 સુધી પહોચી ગયો હતો એ પણ 90થી નીચે
  • માવઠા પહેલા શહેરનો સરેરાશ AQI 150ને પાર હતો
  • અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું

અમદાવાદના લોકો માટે કમોસમી વરસાદ આશીર્વાદ સમાન છે. કારણ કે AQI-ઘટીને 57 થઈ ગયો છે. 150ને પાર નોંધાતા એર ક્વોલિટી ઈન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો થતા રાહત થઇ છે. જેમાં પ્રદૂષણ ફેલાવતાં પાર્ટીક્યુલેટ મેટર્સ (PM) વરસાદના લીધે હવામાંથી જમીન પર બેસી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો સ્કૂલોના શિક્ષકોને CPR તાલીમ અપાશે 

માવઠા પહેલા શહેરનો સરેરાશ AQI 150ને પાર હતો

દિવાળીના તહેવારો સમયે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતુ. રવિવારના રોજ રાજ્યનાં 233થી વધુ તાલુકાઓમાં પડેલા માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી તરફ અમદાવાદ સહિતના જે કેમિકલ્સ ફેક્ટરીઓના કારણે પ્રદુષણથી ઘેરાયેલા છે એ શહેરોના નાગરિકો માટે આ માવઠું આશીર્વાદ સમાન બન્યું છે. માવઠાના કારણે પ્રદુષણ ફેલાવતાં પાર્ટીક્યુલેટ મેટર્સ (PM) હવામાથી જમીન પર બેસી ગયાં છે. જેથી અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ કે જે 150થી વધુ નોંધાતો હતો તે ઘટીને માત્ર 57 થઈ ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ 

એર ક્વોલિટી ઈન્ડેક્સ 250 સુધી પહોચી ગયો હતો એ પણ 90થી નીચે

શહેરના પૂર્વ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 250 સુધી પહોચી ગયો હતો એ પણ 90થી નીચે આવી ગયો છે. દિવાળીના તહેવારો સમયે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતુ. શહેરના પૂર્વ વિસ્તારોમાં એર ક્વોલિટી ઈનેડેક્સ 300ને પાર પહોંચી જતાં હવા શ્વાસમાં લેવાને લાયક રહી નહોતી. તહેવારો બાદ શહેરના મોટાભાગના વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ગગડતાં પ્રદૂષણમાં નજીવો ઘટાડો થયો હતો. પરંતુ માવઠા પહેલા શહેરનો સરેરાશ AQI 150ને પાર જ્યારે પૂર્વના વિસ્તારનો AQI 250 સુધી નોંધાયો હતો, જે માવઠા બાદ સાવ ઘટી ગયો છે.

Back to top button