- શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
- માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
- ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ છે. જેમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ વિસ્તારમાં ઝરમર વરસાદ સાથે બોપલ, ઘુમા વિસ્તારમાં પણ
વરસાદ ખાબક્યો છે. તથા ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પવનની ગતિ તેજ રહેશે. જેમાં આવતીકાલ રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. તથા સૌરાષ્ટ્ર, કચ્છ. દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદ રહેશે. તેમાં 27 અને 28 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. તથા બે દિવસ 39 થી 40 ડિગ્રી રહેશે.
ગુજરાતનાં ખેડૂતોને ફરી એક વાર પાક નુકસાનીનો ભય
રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતનાં ખેડૂતોને ફરી એક વાર પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ 2 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.