ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારોમાં 3 દિવસ માવઠું પડવાના સંકેતો

Text To Speech

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ માવઠું થવાના સંકેતો છે. જેમાં અંજારમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ ગુરૂવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યના 38 તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: ગુજરાત: આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે જાણો સત્ય

ત્રણ દિવસ દરમિયાન આ વિસ્તારમાં માવઠું થશે

મંગળવાર: બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી, રાજકોટ અને કચ્છ
બુધવાર: બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ભાવનગર અને કચ્છ
ગુરૂવાર: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, સુરત, જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તંત્રએ કર્યો અનુરોધ

ઉનાળાના પ્રારંભે ભર ચોમાસા જેવો માહોલ

ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ઉનાળાના પ્રારંભે ભર ચોમાસા જેવો માહોલ બની ગયો છે. રવિવારે રાત્રે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું તો કેટલાંક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતા વાવાઝોડા જેવો મહાલો સર્જાયો હતો. આજે સોમવારે અંજાર, ભાવનગર, ધોરાજી, મહુવા અને બાયડમાં માવઠું થયુ હતું. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બે ઇંચ વરસાદથી અંજારમાં ચોમાસા જેવો માહોલ બની ગયો હતો.

આ પણ વાંચો: વીર નર્મદ યુનિ.માં મોટો છબરડો, વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું

પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે

જો કે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુરૂવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાના સંકેતો અપાયાં છે. કમોસમી વરસાદની સાથે સાથે આ વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના કુલ 38 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો.

Back to top button