કચ્છ - સૌરાષ્ટ્ર

Unseasonal rain : દ્વારકામાં આજે ફરી કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

Text To Speech

ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને હાલાકીનો સમનો કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે દ્વારકમાં પણ સાવરે કમોસમી વરસાદ વરસ્યો હતો. દ્વારકાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લીધે ખેડૂત પહેલાથી જ હાલાકીનો સામનો કરી રહ્યો છે ત્યારે દ્વારકમાં વરસેલ કમોસમી વરસાદથી ત્યાંનો ખેડૂત વધુ ચિંતિત બન્યો છે. એકતરફ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ગત માસમાં થયેલ કમોસમી વરસાદના નુક્સાનનું વળતર ચૂકવાયું નથી ત્યા છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે.

આ પણ વાંચો : Karnataka : ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનું વધુ એક અભિયાન, CryPMPayCM અભિયાન શરૂ કર્યું
કમોસમી વરસાદ - Humdekhengenews દ્વારકાના ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ગુંદા, સામોર, પટેલકા, હરિપર સણખલા, સલાયા, સોડસલા, વિસોત્રી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુંદા ગામે ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. હવે સરકારના કૃષિમંત્રી દ્વારા આજથી ત્રણ દિવસ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે એક કે બે દિવસમાં રાજ્ય સરકાર સહાય જાહેર કરશે ત્યારે ખેડૂત પણ સહાયની રાહ જોઈને ફરી કમોસમી વરસાદનો ભોગ બન્યો છે.

Back to top button