ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના અનેક વિસ્તોરોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ

Text To Speech

ગુજરાત રાજ્યના અનેક જિલ્લઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઈસનપુર, બાપુનગર, એલિસબ્રિજ, મેઘાણીનગર, મણિનગર, નારોલ અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : મોકૂફ કરાયેલી જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આ જિલ્લામાંથી ફૂટ્યાનો ધડાકો

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ઈસનપુર, બાપુનગર, એલિસબ્રિજ, મેઘાણીનગર, મણિનગર, નારોલ અને ઈસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો.

કમોસમી વરસાદ - Humdekhengenews

તો બીજી તરફ દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તેમજ ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો રવી પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.

આ પણ વાંચો : રાખી સાવંતની માતાનું નિધન, ઘણા સમયથી ચાલતી હતી સારવાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસ્યો વરસાદ

માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે. જોકે આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

Back to top button