ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હજુ પણ 3 દિવસ વરસાદની શક્યતા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે બપોર પછી રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર પછી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. ગઈ કાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ ગઈ કાલે વડોદરાના પાદરામાં વીજળી પડતા એક ખેડૂતનું મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

કમોસમી વરસાદ -humdekhengenews

આ જિલ્લામા પડ્યો વરસાદ

ગઈ કાલે અરવલ્લી જિલ્લામાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. બપોર બાદ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જે બાદ કરા સાથે વરસાદ વરસ્યો હતો.સાબરકાંઠા અને ભાવનગરમા પણ મોડી રાત્રે વરસાદી ઝાપટું આવ્યું હતું.  આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધટબડાટી બોલાવી હતી.અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ પંથકોમાં પણ વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદ -humdekhengenews

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને સોરાષ્ટ્ર અને કચ્છમા માવઠું આવી શકે છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 18 માર્ચે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદની આગાહી છે. તેમજ 19 માર્ચે બનાસકાંઠા. સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી છે. 20 અને 21 માર્ચે રાજ્યના અકાદ બે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે.

ખેડૂતોના પાકને નુકસાનની ભિતી

પંદરેક દિવસના અંતરમા જ ફરી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરુઆત થતા ભર ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને પાકના નુકસાનની ભિતી સતાવી રહી છે.

આ પણ વાંચો : કિરણ પટેલની પત્નીનો બચાવ : “મારા પતિએ કંઈ ખોટું નથી કર્યું, તેમને ફસાવવામાં આવ્યા છે “

Back to top button