ગુજરાતદક્ષિણ ગુજરાત

વાતાવરણમાં પલટો આવતા રાજ્યના આ જીલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

Text To Speech

ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર ગુજરાતમાંથી ઠંડીનુ પ્રમાણ ઘટ્યું છે. ત્યારે અનેક વિસ્તારમાં ખરાબ હવામાનના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ડાંગ તથા વાસંદામાં વરસાદ વરસ્યો હતો. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે છોટા ઉદેપુરના નસવાડીમાં તેમજ વલસાડના ધરમપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

વલસાડમાં વરસ્ચો વરસાદ

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાઈ રહ્યુ છે. અનેક જીલ્લામાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે ગતરોજને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે શિયાળામાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જિલ્લાના ખેડૂતો છેલ્લા બે દિવસ વાતાવરણમાં આવેલા પલટાને કારણે ચિંતામાં છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાથે જ સતત વાદળછાયા વાતાવરણને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વલસાડ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

rain
rain

છોટા ઉદેપુરના નસવાડીમાં વાતાવરણમાં પલટો

વલસાડના ધરમપુરમાં વાતાવરણમાં ગઈકાલથી પલટો જોવા મળી રહ્યો છે પરંતુ હવે રાજ્યના વધુ એક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છોટા ઉદેપુરના નસવાડીમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. નસવાડીના બેડી કુવા ગામે કમોસમી વરસાદ પડ્યો હતો. નસવાડીમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

કમોસમી વરસાદથી ખેડૂતોની ચીંતા વધી

ગુજરાતમાં હાલ ઠંડીનુ જોર ઘટ્યુ છે. ત્યારે હવામાન ખાતાએ આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડીથી રાહત રહશેની આગાહી કરી છે. તેમજ આ ચાર દિવસ હળવા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ પણ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.

Back to top button