ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી

Text To Speech
  • 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ 
  • ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
  • ખેડૂતોને ભરશિયાળે થઈ શકે છે ફરી નુકસાન

એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં સિસ્ટમ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની સાથે જ આગામી 3 દિવસ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે.

આ અંગે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આપ્યા છે. આજથી 10 જાન્યુઆરી સુધીના દિવસોમાં રાજ્યમાં અનેક જગ્યાઓએ માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ભરશિયાળે વરસાદ આવવાના કારણે પાકને નુકસાન થવાની શક્યતાઓ સાથે તેમનું મોટું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : કચ્છમાં રાજસ્થાની દંપતી હેરોઇન અને અફીણ વેચતા ઝડપાયા, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત

અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 8 જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે.

આ વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ 

જેની સાથે જ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વરસાદ પડવાની શક્યતા છે.ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરની સાથે સાથે અમદાવાદ, ભાવનગર, નર્મદા, તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે.

તેમજ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક વાદળછાયુ વાતાવરણ રહેશે અને તારીખ 8 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ગીર સોમનાથ અને જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય દાહોદ, બોટાદ, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button