હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તા.16થી 19/12/2022 એમ ચાર દિવસોના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે.
આ પણ વાંચો: સુરતના વિદ્યાર્થીએ યુટ્યુબ પરથી અભ્યાસ કરીને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં સફળતા મેળવી
જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતા અટકાવવું. જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો જોઇએ.
આ પણ વાંચો: ટેન્શન નહી લેવાનું: રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ – કૃષિમંત્રી
ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા
એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતોએ અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા જોઇએ. શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી.માં ખેતપેદાશોને વેચાણ અર્થે લઇ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી. ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહિ તેવી કાળજી રાખવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.