ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરોમાં આજે છે કમોસમી વરસાદની આગાહી

Text To Speech
  • આજે અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટો રહેશે
  • દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ
  • સુરત, ડભોઇ, છોટાઉદેપુર, પાલનપુર, બનાસકાંઠામાં વરસાદની આગાહી

ગુજરાતના વિવિધ શહેરોમાં આજે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં 3 દિવસ માવઠું પડી શકે છે. 26 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમાં આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની સંભાવના છે.

આજે અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટો રહેશે

અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તથા આજે અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટો રહેશે. આવતીકાલે નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી છે. તથા સુરત, સુરેન્દ્રનગર, વલસાડમાં વરસાદની આગાહી છે. 26 નવે.એ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, ઉના, દાહોદ, ગોંડલ, જસદણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. તેમજ 27 નવે.એ ભાવનગર, વલસાડ, સુરત, ડભોઇ, છોટાઉદેપુર, પાલનપુર, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે.

આવતીકાલે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી

આવતીકાલે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. તથા દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ છે. તેમજ વરસાદ બાદ ઠંડીનું જોર વધી શકે છે. આજથી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. તથા 26 અને 27 નવેમ્બરે કમોસમી માવઠાનું જોર વધશે.

Back to top button