ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારમાં પડશે માવઠું

Text To Speech

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં માવઠું પડશે. તેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટાની શક્યતા છે. અને રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા જોવા મળશે.

બેવડી ઋતુ, માવઠાનો માર અને ગરમીમાં પ્રજાને શેકાવુ પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈન્ડ્યુઝ સાઈઝર સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા જોવા મળશે. વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે. દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારાનો અનુભવ થશે. તથા બેવડી ઋતુ, માવઠાનો માર અને ગરમીમાં પ્રજાને શેકાવુ પડશે. જેમાં 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે

અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. તેમજ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણની આગાહી છે.  સુરતમાં સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે તેમજ રાજ્યમાં દિવસ દરમ્યાન ભારે બફારો અનુભવાશે. તથા માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જોવા મળશે.

Back to top button