રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અગાઉથી આગાહી મુજબ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા સાથે જ વરસાદની શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો : આજે સીતા નવમી, રવિયોગઃ એક સાથે થશે શનિ અને રવિની પૂજા
હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં 26, 27 અને 28 એપ્રિલે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અગાઉ ફેબ્રુઆરી માર્ચમાં વરસેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારે હવે ફરીથી સવારે વહલ વરસેલ કમોસમી વરસાદથી ખેડૂતોને હાલાકીનો સમનો કરવાનો વારો આવ્યો છે. ગયા માસમાં વરસેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ખાસું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હવે આ વરસાદથી પણ ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને અગાઉ થયેલા નુક્સાનનું વળતર હજુ સુધી ચૂકવાયું નથી ત્યારે હવે આજના વરસાદથી ખેડૂત વધુ ચિંતિત બન્યો છે.