ભરઉનાળે કમોસમી વરસાદની આફત : રાજ્યમાં વીજળી પડવાથી 15 વર્ષીય કિશોર સહિત બે વ્યક્તિનું મોત
- રાજયમાં વીજળી પડવાથી એક દિવસમાં બેના મોત
- પાલનપુરમાં વીજળી પડવાથી 15 વર્ષિય કિશોરનું મોત
- રાણીની વાવ જોવા આવેલ બે યુવાનો પર વીજળી પડી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભરઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગઈ કાલે અમદાવાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આ કમોસમી વરસાદને પગલે ગઈ કાલે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોની જીવ ગયા હોવાનું સામે આવ્યું છે.
વીજળીએ લીધા બે વ્યકિ્તના જીવ
ગઈ કાલે અમદાવાદ, સૌરાષ્ટ્ર- કચ્છ ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો . ત્યારે આ કમોસમી વરસાદે બે લોકોના જીવ લીધા છે. ગઈ કાલે પાટણ અને બનાસકાંઠામાં વીઝળી પડવાથી એક જ દિવસમાં બે લોકોના જીવ ગયા છે. પાટણમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું છે. જ્યારે પાલનપુરમાં વીજળી પડવાથી 15 વર્ષના કિશોરનું મોત થયું છે.
પાલનપુરમાં 15 વર્ષીય કિશોરનું વીજળીથી મોત
પાલનપુર અને પાટણ જિલ્લામાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓમાં વીજળી પડવાથી 15 વર્ષના બાળક સહિત બે વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જયસિંહ દેવુસિંહ (15) પાલનપુર શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર શાંતિધારી નગરમાં એક ખેતરમાં તેના મિત્ર સાથે રમતા હતા ત્યારે વીજળી પડી હતી. જયસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર બચી ગયો હતો.
રાણકી વાવ ખાતે બે પર્યટકો પર પડી વીજળી
બીજી ઘટના પાટણ જિલ્લામાં યુનેસ્કો હેરિટેજ સાઈટ રાણી કી વાવમાંથી નોંધાઈ હતી. મૃતકની ઓળખ સંદીપ પ્રજાપતિ તરીકે થઈ હતી, જ્યારે ઈજાગ્રસ્ત તેનો મિત્ર રોહિત મેવાડા હતો. પોલીસે જણાવ્યું કે, પ્રજાપતિ, મેવાડા, ગૌરવ અને ધવલ પરમાર નામના ચાર મિત્રો પાટણ ખાતે સ્કિન સ્પેશિયાલિસ્ટની મુલાકાત લેવા આવ્યા હતા. બે કલાક સુધી ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી મિત્રોએ રાણી કી વાવ જોવાનું નક્કી કર્યું.ચારેય મિત્રો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના ગઢ મડાણા ગામના છે.સ્થળદર્શન દરમિયાન, હવામાન બદલાયું અને વરસાદ શરૂ થયો. પ્રજાપતિ અને મેવાડાએ લીમડાના ઝાડ નીચે આશરો લીધો. અચાનક ઝાડ પર વીજળી પડતાં પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.જ્યારે મેવાડા ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાટણ પોલીસે જણાવ્યું હતું કે પ્રજાપતિની તાજેતરમાં સગાઈ થઈ હતી, જ્યારે મેવાડાના લગ્ન થયા હતા.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વહેલી સવારે જોરદાર ઝાપટું