ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

UNSC : ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર અમેરિકાએ અપનાવ્યો વીટો પાવર

  • ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવાયો
  • UNSCના અન્ય 13 સભ્યોએ UAE દ્વારા રજૂ કરાયેલા ઠરાવની તરફેણમાં આપ્યો મત

અમેરિકા, 9 ડિસેમ્બર : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં અમેરિકાએ શુક્રવારે UNSCના આ ઠરાવ સામે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. જ્યારે UN સિક્યુરિટી કાઉન્સિલના અન્ય 13 સભ્યોએ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા રજૂ કરાયેલા ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો જેમાં ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી, જ્યારે બ્રિટન ગેરહાજર રહ્યું હતું.

 

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બુધવારે ઔપચારિક રીતે 15 સભ્યોની કાઉન્સિલને આ બે મહિના લાંબા યુદ્ધથી ઉભા થયેલા વૈશ્વિક ખતરા અંગે ચેતવણી આપી હતી અને તેને રોકવા માટે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી હતી. આ પછી UNSCમાં આ પ્રસ્તાવ આવ્યો અને વોટિંગ થયું.

UAE અમેરિકાના આ પગલા પર નિરાશા વ્યક્ત કરી

UAEના ડેપ્યુટી એમ્બેસેડર મોહમ્મદ અબુ શહાબે યુએસના પગલા પર નિરાશા વ્યક્ત કરી અને UNSCને પૂછ્યું, ‘જો આપણે ગાઝા પર સતત બોમ્બ ધડાકા બંધ કરવાના કોલ પાછળ એક થઈ શકતા નથી, તો પછી આપણે પેલેસ્ટાઈનીઓને શું સંદેશ આપી રહ્યા છીએ? ‘ખરેખર, આપણે વિશ્વભરના નાગરિકોને શું સંદેશ મોકલી રહ્યા છીએ જેઓ કદાચ એક દિવસ આવી જ પરિસ્થિતિમાં આવી શકે છે?’ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ યુદ્ધવિરામનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે તેનાથી હમાસને જ ફાયદો થશે.

‘હમાસને શાંતિના ઉકેલમાં રસ નથી’

 

સંયુક્ત રાષ્ટ્રમાં US એમ્બેસેડર અને ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​રોબર્ટ એ. વૂડે જણાવ્યું કે, “આમ કરવું એ આગામી યુદ્ધ માટે બીજ વાવવા જેવું હશે. યુનાઇટેડ સ્ટેટ્સ સ્થાયી શાંતિને મજબૂતપણે સમર્થન આપે છે જેમાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન બંને શાંતિ અને સલામતીથી જીવી શકે. અમે તાત્કાલિક યુદ્ધવિરામના કોલને સમર્થન આપતા નથી કારણ કે હમાસને શાંતિ અને બે-રાજ્યના ઉકેલમાં કોઈ રસ નથી.” અમેરિકી રાજદૂત વધુમાં કહ્યું કે, “જો ઇઝરાયલ આજે એકપક્ષીય રીતે તેના શસ્ત્રો સમર્પણ કરે છે, જેમ કે કેટલાક સભ્ય દેશોએ આહવાન કર્યું છે, તો હમાસ તેની યોજનાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.

ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 17,487 લોકોના મોત થયા છે

યુએન સુરક્ષા પરિષદમાં UAE દ્વારા રજૂ કરાયેલા તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ ડ્રાફ્ટમાં નોંધપાત્ર સુધારાની ઓફર કરવામાં આવી હતી, જેમાં ઑક્ટોબર 7ના હમાસ હુમલાની નિંદાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયેલ કહે છે કે 1,200 માર્યા ગયા હતા અને 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, હમાસ-નિયંત્રિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે ઇઝરાયેલના હુમલામાં 350 લોકો માર્યા ગયાની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં મૃત્યુઆંક વધીને 17,487 થયો છે.

આ પણ જુઓ :ISIS વિરૂધ્ધ NIAની કાર્યવાહી, કર્ણાટક-મહારાષ્ટ્રમાં 44 સ્થળો પર દરોડા

Back to top button