ગુજરાત

બનાસ બેંકના ચેરમેન પદે સવસીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી

Text To Speech

બનાસ બેંકના ચેરમેન પદની ચૂંટણીમાં સવસીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરાતા ડીસાના ધારાસભ્યે શુભેચ્છા પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના સહકારી બેંક બનાસકાંઠા ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે બનાસકાંઠા ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના પક્ષનાં આદેશથી ખુબજ ટૂંકા ગાળામા વિવાદો વચ્ચે રાજીનામુ આપી દીધું હતું. જે બાદ ચેરમેન પદની ખાલી પડેલી જગ્યાએ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખાલી પડેલા પદ માટે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સવસીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી આજે કરવામાં આવી હતી.

સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંકના હુલામણા નામથી ઓળખાય છે. જે બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ ગત તા.1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જે બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો.

આ દરમિયાન, બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી આજે પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ભાજપ દ્વારા સવસીભાઈ ચૌધરીને મેન્ડેટ અપાતા તેઓની આજે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

Back to top button