ટ્રેન્ડિંગબિઝનેસ

OYOમાં અવિવાહિત કપલની એન્ટ્રી પર પ્રતિબંધ, આ શહેરમાં લાગુ થયો નિયમ

HD ન્યૂઝ ડેસ્ક :    હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નવા સ્ટાર્ટઅપ OYO એ એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેના ચેક-ઈન નિયમોમાં ફેરફાર કર્યો છે અને તેને કંપની સાથે સંકળાયેલી હોટલોમાં લાગુ કરવાનું કહ્યું છે. ઓયોના નવા નિયમો અનુસાર, અપરિણીત યુગલો હવે રૂમ બુક કરી શકશે નહીં. હોટેલ બુકિંગ કંપની OYO એ આ વર્ષથી પાર્ટનર હોટલ માટેના ચેક-ઇન નિયમોમાં સુધારો કર્યો છે અને નવી માર્ગદર્શિકા રજૂ કરી છે, જેમાં જણાવ્યું છે કે અપરિણીત યુગલો હવે ચેક-ઇન કરી શકશે નહીં અને આ નિયમ ઉત્તર પ્રદેશના મેરઠમાં લાગુ થશે.

કંપનીએ તેની પાર્ટનર હોટલોને કહ્યું છે કે તેઓ ચેક-ઈન સમયે તમામ કપલ પાસેથી તેમના સંબંધોના માન્ય પુરાવા માંગે. આ નિયમો OYOની પાર્ટનર હોટલના ઓનલાઈન બુકિંગ માટે પણ લાગુ થશે. જો કે, ઓયોએ હોટલોને તેમની સામાજિક પરિસ્થિતિ અને જરૂરિયાતો અનુસાર નિર્ણય લેવાનો અધિકાર પણ આપ્યો છે. મતલબ કે કંપનીની પાર્ટનર હોટેલો આ નિયમોને પોતાના અનુસાર લાગુ કરી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

લોકોએ પ્રતિબંધની અપીલ કરી હતી
આ નિયમ હાલમાં મેરઠની ઓયો હોટલ પર લાગુ થશે, પરંતુ રિપોર્ટ અનુસાર, જો કંપનીને અહીંથી વધુ સારો પ્રતિસાદ મળશે, તો તે અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ કરવા પર વિચાર કરશે. ઓયો વતી એવું કહેવામાં આવ્યું હતું કે મેરઠના લોકોએ અપરિણીત યુગલોને હોટલ ન આપવાની અપીલ કરી હતી. આ સિવાય દેશભરમાંથી અનેક અરજીઓ પણ આ મામલે દાખલ કરવામાં આવી હતી.

OYO ની છબી બદલવાનો પ્રયાસ
અહેવાલમાં ઓયોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સુધારેલી નીતિનો ઉદ્દેશ્ય ટ્રાવેલ બુકિંગ કંપનીની જૂની ધારણાઓને બદલવાનો છે અને પોતાને એક એવી બ્રાન્ડ તરીકે રજૂ કરવાનો છે જે પરિવારો, વિદ્યાર્થીઓ અને વ્યવસાયો, ધાર્મિક પ્રવાસીઓ અને સોલો ટ્રાવેલ કરતા લોકો માટે સલામત અનુભવો પ્રદાન કરે છે . કંપનીએ જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા સમય સુધી રોકાણ અને પુનરાવર્તિત બુકિંગને પ્રોત્સાહન આપવાનો પણ છે.

મોટાભાગના અનમેરિડ કપલ OYO બુક કરે છે
હાલમાં જ ટ્રાવેલ પીડિયા 2024નો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ઓયો હોટલ બુકિંગ સંબંધિત માહિતી આપવામાં આવી છે. અહેવાલ મુજબ, અપરિણીત યુગલો ઓયોની રૂમ બુક કરે છે અને ઓયોની સેવા સૌથી વધુ તેલંગાણાના યુવાનોએ લીધી છે. આ પછી દેશના ઘણા મેટ્રો શહેરોના નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ઓયોકના નિર્ણયની તેના બિઝનેસ પર કેટલી અસર પડે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર થયું રિલીઝ, દેશભક્તિથી ભરપૂર; જૂઓ

 

 

Back to top button