નેશનલ

દેશના મહાપર્વ ગણતંત્ર દિવસ વિશે જાણી અજાણી વાતો : 1950 થી અત્યાર સુધીમાં ક્યાં દેશો ગણતંત્ર દિવસ પર ભારતના મહેમાન બન્યા અને ક્યાં નહી !

26 જાન્યુઆરી 2023ના રોજ, ભારત 74મો ગણતંત્ર દિવસ ઉજવશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજધાની દિલ્હીના કર્તવ્ય માર્ગ પર દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં દેશની શક્તિ અને સંસ્કૃતિની ભવ્ય પરેડ (પ્રજાસત્તાક દિવસ પરેડ)નું આયોજન કરવામાં આવશે. પરેડ નિહાળવા માટે મુખ્ય અતિથિ તરીકે રાજ્યના વડાઓ અને અન્ય દેશોના મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવે છે.

આરટીઆઈ હેઠળની અરજીના જવાબમાં, વિદેશ મંત્રાલય (MEA) એ પ્રજાસત્તાક દિવસ પરેડના ‘મુખ્ય અતિથિ’ વિશે કેટલીક રસપ્રદ માહિતી જાહેર કરી છે, જે જાણવું, આપણા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશમાં ખાસ 10 પ્રસંગોએ અને પ્રજાસત્તાક દિને ‘મુખ્ય અતિથિ’ તરીકે કોઈએ હાજરી આપી નથી. આ પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

ક્યાં વર્ષમાં કોઈ પણ દેશ ભારતની પરેડમાં ન થયો શામેલ !

ભારત સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડના અવસર પર વિદેશી નેતાને આમંત્રણ આપે છે. પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મુહમ્મદ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે દિલ્હીના રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. ગણતંત્ર દિવસની પરેડમાં 10 પ્રસંગોને બાદ કરતાં, ભારતમાં હંમેશા એક યા બીજા દેશના વડા મુખ્ય અતિથિ રહ્યા છે. પરંતુ 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966, 1967 અને 1970 ભારતમાં પરેડ માટે કોઈ પણ દેશના મુખ્ય અતિથિ હાજર ન હતા.

ગણતંત્ર દિવસ -humdekhengenews

ક્યાં દેશોએ સૌથી વધુ હાજરી આપી ?

ગણતંત્ર દિવસની પરેડ નિહાળવા માટે એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના મોટાભાગના દેશો મુખ્ય અતિથિ તરીકે ભારતમાં આવી ચુક્યા છે.અને સૌથી વધુ આ પરેડમાં ભાગ લેનાર દેશ ફ્રાન્સ છે. ફ્રાન્સના એક મહાનુભાવે મુખ્ય અતિથિ તરીકે પાંચ વખત ગણતંત્ર દિવસ પર હાજરી આપી હતી. ફ્રાન્સ પછી, ભૂટાન(ચાર) અને મોરેશિયસે (ત્રણ) વખત મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, નેપાળ, નાઈજીરિયા, પાકિસ્તાન, બ્રિટન અને પૂર્વ યુગોસ્લાવિયાના મહાનુભાવોએ બે-બે પ્રસંગોએ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યારે પાકિસ્તાનના એક મહાનુભાવ બે પ્રસંગો પર મુખ્ય અતિથિ હતા.

ચીનને 1958થી ભારત દ્વારા આમંત્રણ અપાયું નથી

વર્ષ 2003માં સૌપ્રથમ વખત ભારતે ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ મોહમ્મદ ખાતમીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેક્સ શિરાક, ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુક અને ભૂતપૂર્વ યુગોસ્લાવિયન રાષ્ટ્રપતિ જોસિપ ટીટો પણ મુખ્ય અતિથિ તરીકે બે વાર ભારતની પરેડમાં હાજરી આપી ચુક્યા છે,ત્યારે માત્ર ચીન એકમાત્ર એવો દેશ છે જેને 1958થી ભારત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : GCMMFમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ, શામળ પટેલ અને વલમજી રિપીટ

Back to top button