ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મિડલ ઈસ્ટમાં તણાવની ઊંઝા મસાલા બજાર પર માઠી અસર: કન્ટેનરો દરિયામાં ફસાયા, શિપિંગ ખર્ચમાં વધારો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ, ખાસ કરીને ઈરાન-યુએસ-ઈઝરાયેલ વચ્ચેના તાજા હુમલાઓ અને રેડ સી/સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અસ્થિરતાને કારણે શિપિંગ રૂટ્સ ખતરનાક બન્યા છે. તેવામાં ઊંઝા, જે એશિયાનું સૌથી મોટું મસાલા બજાર છે અને જીરું, મરી અને ધાણા જેવા મસાલાનું મુખ્ય કેન્દ્ર પણ છે, ત્યાંના નિકાસકારોને મોટો ફટકો પડ્યો છે.

ઊંઝાના વેપારીઓના અંદાજ મુજબ, 200 થી 250 કન્ટેનરો રસ્તામાં અટવાઈ ગયા છે. આમાં મસાલા ભરેલા કન્ટેનરોનો મોટો ભાગ છે, જે યુરોપ, મધ્ય પૂર્વ અને અન્ય દેશો તરફ જતા હતા. આ કન્ટેનરોમાં 200 થી 300 કરોડ રૂપિયા જેટલો માલ ફસાયેલો છે. વેપારીઓને પેમેન્ટ મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને નુકસાનનો ડર છે.

શિપિંગ ભાડામાં વધારો

અગાઉ 1500 ડોલર જેટલું ભાડું હતું, તે હવે 4500 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ વધારો વેપારીઓની કમર તોડી રહ્યો છે, કારણ કે રૂટ બદલીને કેપ ઓફ ગુડ હોપ માર્ગે જવું પડે છે, જેમાં સમય અને ખર્ચ બંને વધે છે. ઊંઝાના વેપારી અગ્રણી દિનેશ પટેલે કહે છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો નિકાસમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગેસ સપ્લાય પણ અસરગ્રસ્ત થઈ રહ્યો છે.

સરકાર અને ઉદ્યોગ સંસ્થાઓ આ મુદ્દે કામ કરી રહી છે, પરંતુ જો કટોકટી લાંબી ચાલી તો મસાલા બજારમાં વધુ અસ્થિરતા આવી શકે છે. નિકાસકારોને વીમા અને ભાડાના વધારાના ખર્ચને કારણે વધુ તકલીફ પડી રહી છે, જે આખરે ગ્રાહકો સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી જાહેરાત: જરુરિયાત અનુસાર તરત મળશે PNGના નવા કનેક્શન

Back to top button