ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

Text To Speech
  • અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો
  • નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ
  • ભરૂચ તથા સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વરસાદની આગાહી છે. તેમાં સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયુ છે તેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તથા વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ છે.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ આવ્યો છે. તેમજ ઇસ્કોન, પ્રહલાદનગર, ઘાટલોડિયા તથા સેટેલાઇટ, શિવરંજની, નહેરૂનગર અને એસ.પી.રિંગ રોડ, બોપલ, શેલામાં વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તથા દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. તથા સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દ્વારકા, રાજકોટ, અમરેલી તેમજ ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને બોટાદ, આણંદ, ભરૂચ તથા સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ છે.

નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. ઓફસૉર ટ્રફ અને સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે.

Back to top button