ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘની આગાહી, જાણો કયા શહેરમાં થશે ધોધમાર વરસાદ
- ઓફસૉર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની આગાહી
- ભાવનગર, પોરબંદર, દ્વારકમાં ભારે વરસાદની આગાહી
- સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 84168 ક્યુસેક થઈ ગઇ
ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘની આગાહી છે. જેમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ આવશે. તેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા ઓફસૉર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની આગાહી છે. તેમજ ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની સપાટી વધી છે.
ઓફસૉર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની આગાહી
રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઓફસૉર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તથા દમણ, તાપી, આણંદ, અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, નડિયાદ, દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકમાં ભારે વરસાદની આગાહી તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 84168 ક્યુસેક થઈ ગઇ
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી કઈ ખાસ વધતી ન હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાં અને ત્યાં ભારે વરસાદ પડવાના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો મોટાભાગના હવે ભરાઈ ચૂક્યા છે અને ત્યાંના ડેમો ભરાઈ જવાના કારણે ત્યાંના ડેમોમાંથી પાણી પણ હવે ધીરે ધીરે છોડાઈ રહ્યું છે પરંતુ એ ડેમમાંથી સીધું પાણી નર્મદા ડેમ પર આવતું નથી. મધ્યપ્રદેશના ડેમના વીજ મથકો સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ પણ છે જેના કારણે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 84168 ક્યુસેક થઈ ગઇ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે ચારથી પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.