ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ કર્યું રદ, જાણો કારણ

  • રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ
  • 15 જુલાઇ સુધી ચૂંટણી ન યોજ્યા બાદ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે કરી કાર્યવાહી

ભારતના કુસ્તી પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.તેમાં કહેવામાં આવ્યું હતું કે જો આગામી 45 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી નહીં થાય તો સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ
પ્રાપ્ત વિગતો અનુસાર,યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કર્યું છે. UWW એ 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો આગામી 45 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી નહીં થાય તો સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે.કેટલાક મહિલા કુસ્તીબાજો દ્વારા તેના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને પગલે WFI પહેલેથી જ મુશ્કેલીમાં છે. હવે યુનિયનનું સભ્યપદ ગુમાવ્યા બાદ ભારતીય કુસ્તીબાજો માટે આ મોટો ઝટકો છે.આ નિર્ણય બાદ ભારતીય કુસ્તીબાજો હવે સર્બિયામાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી મેન્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય તિરંગા સાથે રમી શકશે નહીં. ભારતીય કુસ્તીબાજોએ આ ઓલિમ્પિક-ક્વોલિફાઈંગ ચેમ્પિયનશિપમાં UWW બેનર હેઠળ સ્પર્ધા કરવી પડશે.

શું હતો સમગ્ર મામલો ?
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે, જો આગામી 45 દિવસમાં એટલે કે,15 જુલાઈ સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય, તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદને સ્થગિત કરી દેશે. આ તરફ અગાઉ ભારતીય મહિલા કુસ્તીબાજોના બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને ADHOC સમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને કુસ્તી મહાસંઘની નવી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

11 જુલાઈના રોજ યોજાવાની હતી ચૂંટણી
ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પહેલા 11 જુલાઈના રોજ યોજાવાની હતી, પરંતુ તે પછી આસામ રેસલિંગ એસોસિએશને તેની માન્યતા અંગે આસામ હાઈકોર્ટમાંથી ચૂંટણી પર સ્ટે લાવી દીધો હતો. તે જ સમયે, એડહોક કમિટીએ આસામ રેસલિંગ એસોસિએશનને માન્યતા આપી હતી. 12મી ઓગસ્ટે ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ બાબત બાદ ચૂંટણી અધિકારી એમએમ કુમારે ભારતીય કુસ્તી મહાસંઘની બીજી વખત ચૂંટણીની તારીખ 12મી ઓગસ્ટ નક્કી કરી હતી, પરંતુ 11મી ઓગસ્ટે ચૂંટણી પહેલા દિપેન્દ્ર હુડ્ડાએ હરિયાણાને સમર્થન આપ્યું હતું. કુસ્તી એસોસિએશને હરિયાણા હાઈકોર્ટની ચૂંટણી પર સ્ટે લઈ લીધો હતો.

WFIમાં 15 પદો માટે યોજાવાની હતી ચૂંટણી
WFIમાં 15 પદ માટે 12 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી. સોમવારે, ઉત્તર પ્રદેશમાંથી આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહના નજીકના સાથી સંજય સિંહ સહિત ચાર ઉમેદવારોએ આ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ નોમિનેશન દિલ્હીના ઓલિમ્પિક ભવનમાં ફાઈલ કરવામાં આવ્યું હતું. અને ચંદીગઢ રેસલિંગ બોડીના દર્શન લાલને જનરલ સેક્રેટરી પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરાખંડના એસપી દેસવાલે બ્રિજ ભૂષણ કેમ્પ વતી કોષાધ્યક્ષ પદ માટે નામાંકન કર્યું હતું.

આ પણ વાંચો : ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને માનહાનિના કેસમાં સમન્સ, 6 સપ્ટેમ્બરે હાજર થવા આદેશ

Back to top button