મહારાણીના પાર્થિવ દેહને આજે લવાશે લંડન, સ્કોટલેન્ડમાં નિધન
રાણી એલિઝાબેથ 2ના પાર્થિવ દેહને સોમવારે પેલેસ ઓફ હોલીરૂડ હાઉસથી એડિનબર્ગમાં સેન્ટ ગાઇલ્સ કેથેડ્રલમાં લાવવામાં આવ્યો. રસ્તામાં ઉભેલા હજારો લોકો ભીની આંખો સાથે તેમની રાણીને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા. આ દરમિયાન કેટલીક વૃદ્ધ મહિલાઓ અને પુરુષો ખુબ જ આક્રદ કરતા જોવા મળ્યા.રાણીની શબપેટી મંગળવાર સુધી કેથેડ્રલમાં રહેશે. આજે તેમના પાર્થિવ દેહને રોયલ એરફોર્સના વિમાન દ્વારા લંડન લઈ જવામાં આવશે.
ગુરુવારે સ્કોટલેન્ડમાં રાણીનું અવસાન થયું
સ્કોટલેન્ડની રોયલ રેજિમેન્ટના સૈનિકોની ટુકડી મહેલથી કેથેડ્રલ સુધી મુસાફરી કરતી વખતે બેગપાઈપ્સ પર શોક વગાડી રહી હતી. શોકના વાતાવરણમાં મૌન તોડતાં માત્ર બેગપાઈપમાંથી નીકળતો અવાજ જ સંભળાતો હતો.. બીજું કંઈ નહીં. કિંગ ચાર્લ્સ, તેની બહેન પ્રિન્સેસ એન અને ભાઈ પ્રિન્સ એડવર્ડ શબપેટી વહન કરતા વાહનની પાછળ ચાલી રહ્યા હતા. સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં ગુરુવારે રાણીનું અવસાન થયું.
બ્રિટિશ સંસદને રાજા ચાર્લ્સનું પ્રથમ સંબોધન
સોમવારે કિંગ ચાર્લ્સ ત્રીજાએ લંડનમાં તેમના રાજ્યાભિષેક પછી પ્રથમ વખત બ્રિટિશ સંસદને સંબોધિત કર્યું. ક્વીન એલિઝાબેથના સમર્પણ અને કામ પ્રત્યેના સમર્પણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ પણ સંપૂર્ણ સમર્પણ સાથે જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કરશે. બંધારણીય રીતે શાસનની જવાબદારી નિ:સ્વાર્થપણે નિભાવશે. આ દરમિયાન રાજા ચાર્લ્સે રાણીની યાદમાં શેક્સપિયરની એક રચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કિંગે સંસદ ભવનના સંકુલના વેસ્ટમિસ્ટર હોલમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોને સંબોધિત કર્યા હતા. અગાઉ, બંને ગૃહોના સભ્યોએ સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.