સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં લગ્ન
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે આ લગ્નની સીઝનમાં અનેક યુવક અને યુવતીઓ ધામધૂમથી લગ્ન કરતા હોય છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામા અનોખા લગ્ન યોજાયા છે. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન કર્યો છે. અને આ લગ્નમાં તેમના 10 દીકરા અને 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકીને નાચ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં યોજાયા અનોખા લગ્ન
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા .જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા -દાદીએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલે ઝૂમી હતી. અને ખુશાલી વ્યક્ત કરી હતી અને 70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી તેમને ફેરવવામાં આવ્યા હતા.
70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદી કર્યા લગ્ન
વર કેસરાભાઇ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની આયુ વટાવ્યા બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા -દાદીના લગ્નનો હરખ પરિવારમાં જોવા મળી રહ્યો હતો. આ લગ્ન તમામ રીત રીવાજ મુજબ કરવામા આવ્યા હતા. તેમજ ફેરા ફરવા માટે દાદીમાં અશક્ત હોવાને લઈને પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા.
પૈસા ન હોવાથી ધામધૂમથી લગ્ન કરી શક્યા નહોતા
આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમયે પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે અને જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે. આ દાદા દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ તો તેમણે 70 વર્ષની ઉંમરે પૈસાની વ્યવસ્થા થતા તેમના ધામધૂમથી લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં આખું ગામ ઉમટ્યુ હતું. લગ્નમાં ડીજેના તાલે લોકો ખૂબ નાચ્યા હતા. દાદા દાદી ના લગ્નમાં દીકરા દીકરી તો ખરા પણ પૌત્રો એ પણ મન મૂકીને મજા માણી હતી.
આ પણ વાંચો : કર્ણાટક : ઝાડ પરથી વરસ્યા એક કરોડ રૂપિયા! ચૂંટણીની મોસમ વચ્ચે મોટી માત્રામાં રોકડ જપ્ત