‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ: ‘અનમોલ મોતી’ NGO નાં 50 જેટલા બાળકોએ બ્રેકફાસ્ટ કર્યો
અમદાવાદ 04 ઓગસ્ટ 2024 : અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદની એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે ૮ ઓગસ્ટના રોજ બપોરે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
168 NGO ની મુલાકાત લઈ સેવા કાર્ય શરૂ કરાયું
અમદાવાદનો સાંસ્કૃતિક પુરાવા તરીકે જાણીતી જ્યાં દેશ વિદેશથી લોકો અમદાવાદની પતંગ હોટલની મુલાકાતે આવતા હોય છે. જ્યાંથી સમગ્ર અમદાવાદની સાબરમતી નદીનાં સુંદર દ્રશ્યો જોઈ શકાય છે. જે હોટલમાં જવાની દરેક અમદાવાદની તમન્ના હોય છે ત્યારે ગરીબ બાળકો જે આપણા અમદાવાદનું ભવિષ્ય છે. જેમણે ક્યારેય પતંગ હોટલની મુલાકાત નથી લીધી તેવા કુલ 168 NGO સાથે સંપર્ક કરી સેવાની દ્રષ્ટિએ દર મહિને એક વખત બાળકોને પતંગ હોટલની મુલાકાત લઇ અમદાવાદના સાંસ્કૃતિક વારસા અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે પ્રાથમિક માહિતી પૂરી પાડી તેમને બ્રેકફાસ્ટ કરાવવામાં આવે છે.
NGO ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકોમાં ‘પતંગ’નો ઉમંગ
‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનની સ્થાપના અસ્મિતા ઠક્કર દ્વારા કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે પતંગ હોટલના માલિક ઉમંગભાઈ ઠક્કરે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને સાંજે ૪ થી ૬ ના સમયના ગાળામાં માત્ર સેવાકીય દ્રષ્ટિએથી અમદાવાદ શહેરના એનજીઓમાં ઘડાઈ રહેલા બાળકોને અમદાવાદ હોટલની મુલાકાત લેવડાવી હોટલમાં બ્રેકફાસ્ટ કરાવી સમગ્ર અમદાવાદ તથા સાબરમતી નદીના દર્શન કરાવવા માટે અને બાળકોની ખુશીની એક ઝલક મેળવવા માટે અમારા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
‘અનમોલ મોતી’ NGO નાં 50 બાળકોએ લીધી મુલાકાત
‘અનમોલ મોતી’ નામના એનજીઓના સ્થાપક પાયલબેન શાહ એચડીની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લગભગ ચાર-પાંચ વર્ષથી હું એનજીઓ ચલાવું છું. ચાર કે પાંચ બાળકો મારી શરૂઆત થઈ હતી અને આજે મારી સાથે ૨૦૦ છોકરાઓ છે. અને અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાએ બ્રાન્ચ ચાલે છે. અશોકનગર, પાલડી અને ગાંધીનગર અમારી શરૂઆત ફૂટપાથ પરથી થઈ હતી. જ્યારે આજે બે જગ્યા ઉપર હજુ ભી ફૂટપાથ ઉપર ચાલે છે અને એક જગ્યાએ 10 બાય 10 ની રૂમ છે જ્યાં 60 છોકરાઓ એક સાથે ભણે છે. તેમણે ઉમેર્યું હતું કે સેવાકીય કાર્ય હોવાથી મને ઘણી બધી જગ્યાએથી ફાઇનાન્શલી સપોર્ટ પણ મળી જાય છે. કદાચ મારે ક્યારે જરૂર પડે તો મારા એક ફોન ઉપર ઘણી બધી વસ્તુઓની સાથે સાથે રૂમનું ભાડું પણ મળી જતું હોય છે. સાથે અમારા એનજીઓમાં બાળકોને ભણવાની સાથે બીજી તમામ પ્રવૃત્તિઓ જેવી કે બેંકમાં સ્લીપ ભરવી જેવા તમામ કાર્યો જે જીવન જરૂરિયાત છે તે બાળકોને શીખવાડવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ICSI અમદાવાદ શાખાનો 51 મો સ્થાપના દિવસ ઉજવાયો