ગુજરાતહેલ્થ

એક જ દિવસમાં 23 બાળકોની ડીલીવરી કરાવી સુરતની ડાયમંડ હોસ્પિટલની અનોખી સિદ્ધિ

Text To Speech

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ”,ડાયમંડ હોસ્પિટલમાં 29 જૂનના રોજ એક જ દિવસમાં ટોટલ 23 ડીલીવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખીલખિલાટ થી ગુંજી ઉઠ્યું હતું . 23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે.

સુરતની ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસમાં 23 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે,જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.રિધ્ધિ વાઘાણી , ડૉ. કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર ,અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત,ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ ,અને ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

Surat Diamond Hospital Hum Dekhenge

હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા અને સિઝેરિયન ડિલીવરીનો ચાર્જ પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે. જ્યારે પુત્રીનો જન્મ થાય તો હોસ્પિટલ દ્વારા એક રૂપિયાનો પણ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી.

આ ઉપરાંત દિનેશભાઈએ જણાવ્યું કે, આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે ,ભારત સરકારશ્રીની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે જે બદલ હોસ્પીટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે .

Back to top button