અમદાવાદગુજરાત

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત લીધી

Text To Speech

ગાંધીનગર, 10 જાન્યુઆરી 2024, VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી વી.કે.સિંઘે સૌજન્ય મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હોલ નંબર-7 માં આરોગ્યની વિવિધ યોજનાઓની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી.

સર્જિકલ સ્ટેશન’નું નિરીક્ષણ કર્યું હતું
તેમણે સ્ટોલમાં કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક સારવારની કામગીરી માટે ભારતીય વાયુદળ‌ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ‘આરોગ્ય મૈત્રી ક્યૂબ’ તેમજ ‘સર્જિકલ સ્ટેશન’નું નિરીક્ષણ કર્યું હતું.જેમાં ભૂકંપ, પુર,વાવાઝોડું, માનવ સર્જિત અકસ્માત વગેરે સમયે ટેકનોલોજી આધારિત તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તેની માહિતી મેળવીને પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન ભારતીય વાયુદળ‌ તેમજ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મંત્રીને નવીન આરોગ્યલક્ષી ટેકનોલોજીથી માહિતગાર કર્યા હતા.

કયા છે મુખ્ય આકર્ષણના કેન્દ્રો
ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો છે.

આ પણ વાંચોઃ આઝાદીના 100 વર્ષની ઉજવણી પહેલાં ભારતને વિકસીત દેશ બનાવીશુંઃ વડાપ્રધાન મોદી

Back to top button