કેન્દ્રીયમંત્રી સુરેશ ગોપીએ યોગ દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વરસાદની મજા માણી
- સુરેશ ગોપીએ કોવલમ આર્ટસ એન્ડ ક્રાફ્ટ વિલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
તિરુવનંતપુરમ, 22 જૂન: કેન્દ્રીયમંત્રી સુરેશ ગોપીએ 21 જૂન અને શુક્રવારે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય હેઠળના કોવલમ આર્ટસ એન્ડ ક્રાફ્ટ વિલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વરસાદ વરસ્યો અને એક પોલીસ અધિકારી છત્રી લઈને કેન્દ્રીયમંત્રી સુરેશ ગોપીને વરસાદથી બચાવવા લાગ્યો. પરંતુ વરસાદ હોવા છતાં, સુરેશ ગોપીએ પોલીસ અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલી છત્રી હેઠળ ઊભા રહેવાની ના પાડી અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વરસાદનો આનંદ માણ્યો.
Suresh Gopi, the first BJP MP from Kerala and a minister of state, was delivering a speech on #yoga at a school today on the #InternationalYogaDay when it started raining. #SureshGopi asked the students whether they wanted to “take a shower” or if he should stop. The kids… pic.twitter.com/Bi1qmQy1kS
— Anand #IndianfromSouth (@Bharatiyan108) June 21, 2024
વરસાદને જોતા, અભિનેતા-કમ-રાજકારણી સુરેશ ગોપીએ વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓને પૂછ્યું, “શું તમે નહાવા માટે તૈયાર છો?” અને કહ્યું કે તે બે મિનિટમાં પોતાનું ભાષણ પૂરું કરી શકે છે. જો કે, તેનો બાળકોએ જવાબ આપ્યો કે તેઓ વરસાદ સાથે ઠીક છે, ત્યારે કેન્દ્રીયમંત્રીએ તેની બાજુમાં ઉભેલા છત્રી પકડેલા પોલીસ કર્મચારીને ઈશારો કર્યો અને તેમને ત્યાંથી જવાનું કહ્યું, જે દર્શાવે છે કે તે વરસાદમાં ઠીક છે.
આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, વિશ્વ યોગને વૈશ્વિક સુખાકારી માટે એક શક્તિશાળી એજન્ટ તરીકે જુએ છે કારણ કે તે લોકોને ભૂતકાળના બોજને વહન કર્યા વિના વર્તમાનમાં જીવવામાં મદદ કરે છે.
આ પણ જુઓ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે ગાજવીજ સાથે વરસાદ