ગુજરાત

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, MLA બાબુ બોખીરિયાએ કોસ્ટગાર્ડની જેટી ખાતે યોગ કર્યા, હજારો યુવાનો, મહિલાઓએ પણ ભાગ લીધો

Text To Speech

દર વર્ષે 21મી જૂન રોજ ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના  કાઉન્ટડાઉન તરીકે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા  યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદરના કોસ્ટગાર્ડ જેટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરના MLA બાબુ બોખીરિયા તેમજ કોસ્ટગાર્ડના અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

પોરબંદરના કોસ્ટગાર્ડ જેટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરના MLA બાબુ બોખીરિયા તેમજ કોસ્ટગાર્ડના અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયા મત્સ્ય ખેડુતો, માછીમારો, મત્સ્યોદ્યોગ, નાગરિક સમાજ સંગઠનો, મત્સ્યોદ્યોગ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, યુવાનો અને મહિલાઓ સહિત સ્થાનિક લોકો સહિત 1,000 થી વધુ લોકો આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, યુવાનો અને મહિલાઓ સહિત સ્થાનિક લોકો સહિત 1,000 થી વધુ લોકો આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

21મી જૂન 2022ના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં આ કાઉન્ટડાઉન ઈવેન્ટ્સનો ઉદ્દેશ્ય નિયમિત જીવનમાં યોગના મહત્વ અંગે સમગ્ર દેશમાં વ્યાપક પહોંચ અને જાગૃતિ લાવવાનો છે અને તમામ લોકોને તેમના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે તેનો અભ્યાસ કરવા પ્રેરિત કરવાનો છે. યુનેસ્કોએ પણ યોગને અમૂર્ત વિશ્વ ધરોહર તરીકે સૂચિબદ્ધ કર્યો છે.

Back to top button