ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રામેશ્વરમ કાફે વિસ્ફોટ અંગે વિવાદિત નિવેદન બાદ કેન્દ્રીય મંત્રીએ માફી માગવી પડી

તમિલનાડુ, 20 માર્ચ : બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રીએ વિવાદિત નિવેદન કર્યું હતું કે તમિલનાડુના લોકો કર્ણાટક આવે છે અને બોમ્બ પ્લાન્ટ કરે છે. શોભા કરંદલાજેના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ ભાજપના નેતાની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. એમકે સ્ટાલિને ભાજપના નેતાના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. ભાજપના નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ડીએમકેના કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે વિરુદ્ધ થિયાગરાજનની ફરિયાદ બાદ, મદુરાઈ સિટી સાયબર ક્રાઈમ પોલીસે તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સાથે જ ડીએમકેએ પણ ભાજપના નેતા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. વાસ્તવમાં, ભાજપના નેતા શોભા કરંદલાજેએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે રામેશ્વરમ કેફે બ્લાસ્ટ પાછળ તમિલનાડુના લોકોનો હાથ છે. આ બ્લાસ્ટ 1 માર્ચના રોજ બેંગલુરુમાં થયો હતો.

શોભા કરંદલાજેએ શું કહ્યું?

રામેશ્વરમ કાફે વિસ્ફોટ માટે જવાબદાર હુમલાખોરને તામિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં ‘તમારા (સ્ટાલિન) નાક નીચે’ તાલીમ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં શોભાને આ કહેતા સાંભળી શકાય છે. તેણે કહ્યું, ‘તમિલનાડુના લોકો અહીં આવે છે, ત્યાં ટ્રેનિંગ લે છે અને અહીં બોમ્બ પ્લાન્ટ કરે છે’..

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “તમારા (CM સ્ટાલિન) શાસનમાં તમિલનાડુનું શું થઈ ગયું છે? તમારી તુષ્ટિકરણની રાજનીતિએ કટ્ટરવાદી તત્વોને હિન્દુઓ અને ભાજપના કાર્યકરો પર રાત-દિવસ હુમલા કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જ્યારે ISIS જેવા આતંકવાદી સંગઠનો દ્વારા વારંવાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે અને તમે તમારી આંખો બંધ રાખો છો.

સ્ટાલિને ભાજપના નેતા સામે મોરચો ખોલ્યો

શોભા કરંદલાજેના વાયરલ વીડિયોને રીટ્વીટ કરીને, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમના દાવાઓને ‘પાયાવિહોણા’ ગણાવ્યા અને કહ્યું કે ફક્ત NIA અધિકારી અથવા કેસ સાથે નજીકથી સંકળાયેલી કોઈ વ્યક્તિને આવી ટિપ્પણી કરવાનો અધિકાર હોવો જોઈએ.

જોકે, આ અંગે વિવાદ વધતા બીજેપી નેતાએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. તેમણે કહ્યું છે કે “જો મારા નિવેદનથી તમિલનાડુના કોઈ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું.”

આ પણ વાંચો : સાજિદ તેની પત્નીની ડિલિવરી માટે પૈસા માગવા આવ્યો અને મારાં બાળકોની હત્યા કરીઃ પિતાનો વલોપાત

Back to top button