ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી ફોન આવ્યો હોવાની આશંકા

Text To Speech

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર, 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહને વધુ એક વખત ધમકી મળી છે. છેલ્લા થોડા મહિનામાં તેમને આ બીજી વખત ધમકી મળી છે અને થોડા દિવસ અગાઉ તો તેઓ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની નજીક આવી પહોંચેલા એક મુસ્લિમ યુવકે તેમના પર શારીરિક હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને બિહારના બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ ફોન પર વોટ્સએપ કોલ કરીને આ ધમકી આપવામાં આવી છે. અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે તેમને પાકિસ્તાનથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે ગિરિરાજ સિંહ વિશે અપશબ્દો કહ્યા હતા. તેના તાજેતરના નિવેદનો માટે પરિણામની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

સનાતન અને રાષ્ટ્રવાદી વાતની તરફેણમાં બેબાક નિવેદનો માટે જાણીતા ગિરિરાજ સિંહના સાથી અમરેન્દ્ર કુમારને શુક્રવારે સવારે 11.28 વાગ્યે વોટ્સએપ કોલ આવ્યો હતો. આ પછી તેણે બેગુસરાયના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ કરી છે. અમરેન્દ્ર કુમાર અમર 2019 થી 2024ની ચૂંટણી સુધી ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના ખાગરિયા જિલ્લા પ્રભારી છે. તેઓ ભારત સરકારના સ્થાયી પરિષદના સભ્ય પણ છે.

બેગુસરાય હેડ ક્વાર્ટર ડીએસપીએ જણાવ્યું કે સાંસદના પ્રતિનિધિ અમરેન્દ્ર અમરે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરના કહેવા પ્રમાણે, તેને ગુરુવારે વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં ગિરિરાજ સિંહ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું, “તમારા બંનેને ખૂબ જ ખરાબ ભાગ્યનો સામનો કરવો પડશે. પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.”

જોકે પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. જે નંબર પરથી વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ નંબર Truecaller એપમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે તેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીની તસવીર દેખાય છે. તપાસ બાદ જ ખબર પડશે કે ધમકી કોણે અને શા માટે આપી હતી?

આ પણ વાંચોઃ અનામત અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે CM સહિત ગુજરાત ભાજપનું વિરોધ પ્રદર્શન

Back to top button