ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

Text To Speech

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. શેખાવતે આ કેસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કર્યો છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયા હોળી જેલમાં જ વિતાવશે, 10 માર્ચે જામીન અરજી પર થશે સુનાવણી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતે મારું અને મારા પરિવારનું નામ એક સહકારી મંડળી સાથે જોડીને ચારિત્ર્ય હણ્યો છે, જેમાં હું કે મારા પરિવારનો કોઈ પણ સભ્ય નથી. ગેહલોતે મારી સ્વર્ગસ્થ માતાને આરોપી બનાવ્યા. આ કારણે મેં કલમ 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સીએમ ગેહલોતે 21 ફેબ્રુઆરીએ સચિવાલયમાં બજેટ સમીક્ષા બેઠક પછી કહ્યું હતું કે ગજેન્દ્ર સિંહ અને તેમનો આખો પરિવાર સંજીવની કૌભાંડમાં સામેલ છે.

21 ફેબ્રુઆરીએ સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે સંજીવની કૌભાંડમાં ગજેન્દ્ર સિંહ, તેમના પિતા, માતા, પત્ની અને વહુ એમ પાંચ લોકો સામેલ છે. જ્યારે આ કેસમાં કુલ 50 આરોપીઓ છે. મને લાગે છે કે મોદીજીએ ગજેન્દ્ર સિંહને મંત્રી કેવી રીતે બનાવ્યા? 22 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સીએમ ગેહલોતના નિવેદન પર પલટવાર કર્યો હતો. તમામ આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે મારા ચારિત્ર્યને બદનામ કરીને મને રાજકીય રીતે કમજોર કરવાનું કાવતરું હતું.

તેમણે કહ્યું કે સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ 23 ઓગસ્ટ, 2019ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજસ્થાન સરકાર હેઠળની પોલીસે આ મામલે તપાસ કરી હતી. 2019 થી 2023 સુધીમાં ત્રણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હજારો પાનાની ચાર્જશીટમાં મને કે પરિવારના કોઈ સભ્યને આરોપી બનાવવામાં આવ્યા નથી. શેખાવતે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના પુત્રની હાર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

હકીકતમાં, સંજીવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ રાજસ્થાનમાં 211 અને ગુજરાતમાં 26 સહિત દેશભરમાં તેની શાખાઓ ખોલી હતી. આ પછી તેણે લગભગ બે લાખ રોકાણકારોને રૂ. 953 કરોડનું રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આ કેસમાં અત્યાર સુધી નરેશ સોની, કાર્યકારી અધિકારી કિશન સિંહ ચોલી, પૂર્વ પ્રમુખ દેવી સિંહ અને મુખ્ય આરોપી વિક્રમ સિંહ ઈન્દ્રની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button