ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

So elegant, Looking like a wow: કેન્દ્રીય મંત્રીએ ટ્રેન્ડ ફોલો કરી વૉકાથોનને આપી લીલી ઝંડી

Text To Speech

 મુંબઈ (મહારાષ્ટ્ર), 10 ડિસેમ્બર: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રવિવારે મુંબઈમાં ‘વન ભારત સાડી વૉકાથોન’ને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધિત કરતી વખતે તેમણે હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ફેમસ ડાયલોગ પણ બોલતા જોવા મળ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘ચાલો વૉકથોન શરૂ કરીએ. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું, આ ઈવેન્ટ ‘Wow’ છે. “So beautiful, So elegant, Looking like a wow…” જ્યારે તેમણે આ કહ્યું ત્યારે ત્યાં હાજર પ્રેક્ષકોએ પણ જોરશોરથી તાળીઓનો ગડગડાટ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી સેનાલી બેન્દ્રે પણ હાજરી આપી હતી.

મુંબઈમાં યોજાઈ ‘વન ભારત સાડી વૉકાથોન’ ઈવેન્ટ

10 ડિસેમ્બરના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો ‘વન ભારત સાડી વૉકાથોન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને લોકસભા સાંસદ પૂનમ મહાજન પણ હાજર રહ્યા હતા. જો કે, અગાઉ સુરતમાં સાડી વૉકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વોકાથોનનો હેતુ ભારતમાં હેન્ડલૂમ સાડી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો

‘વન ભારત સાડી વૉકાથોન’નો ઉદ્દેશ્ય ભારતને ‘વિવિધતામાં એકતા’ના દેશ તરીકે રજૂ કરવાનો છે, જેમાં સાડી પહેરવાની શૈલી દર્શાવવા અને હેન્ડલૂમ સાડી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે દેશભરની મહિલાઓને આમંત્રિત કરવાનો છે. આ ઈવેન્ટના માધ્યમથી પરંપરાગત કપડાંની સંસ્કૃતિને વેગ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ના વિચારને સમર્થન તેમજ  મહિલાઓને ફિટનેસ વિશે જાગૃતિ વધારીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરાશે.

આ વૉકાથોનમાં બોલિવૂડ અને ટેલિવિઝનની હસ્તીઓ, રમતગમતની હસ્તીઓ, બિઝનેસ વુમન, ડિઝાઇનર્સ, ઈન્ફલુએન્સર્સ, ગૃહિણીઓ, સંગીત ઉદ્યોગની મહિલાઓ સહિત ઘણી મહિલાઓ તેમના વિશિષ્ટ પરંપરાગત પોશાકમાં ભાગ લેવા તૈયાર છે.

આ પણ વાંચો: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા વિષ્ણુદેવ સાઈ, ભાજપનું વધુ એક આશ્ચર્ય

Back to top button