ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે ઉજવી ઉત્તરાયણ
ઉત્તરાયણ નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગને પેચ લડાવી ખેંચીને પતંગ કાપ્યો હતો. વેજલપુરમાં ઊંધીયું-પુરી જમ્યા બાદ તેઓ સહપરિવાર ગોતામાં પહોંચી અને પેચ લડાવી રહ્યાં હતાં. ગોતાના શુકન ફ્લેટના ધાબા પર ચડીને અમિત શાહ પતંગોત્સવની મોજ માણતાં નજરે પડ્યાં હતાં. CM ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહ્યાં હતા. ન માત્ર અમિત શાહ પરંતુ પાર્ટીના અન્ય કાર્યકરો પણ ધાબે ચડી પતંગ ઉડાવ્યા હતા.
ગોતામાં અમિત શાહ-સીએમ ભુપેન્દ્ર પટેલે ઉડાવ્યો પતંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં આવેલી શુકન રેસિડેન્સિ ખાતે પતંગ ચગાવી આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહમંત્રી અમિત શાના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતાના વંદેમાતરમ વિસ્તારના રહીશો સાથે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વમાં સહભાગી થયા હતા.
તેમણે લોકોનું અભિવાદન ઝીલીને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યો હતો.