મધ્ય ગુજરાત

AMC ના શાસકોની કામગીરી સામે કેન્દ્રીય ગૃહમંત્રીની ટકોર, બોપલના સફાઈ પ્રશ્ને અધિકારીઓને આપી સૂચના

Text To Speech

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના અધિકારીઓ ઉપર વર્તમાન શાસકોએ પકડ ગુમાવતા બોપલના સફાઈ પ્રશ્ને કેન્દ્રીય ગૃહમંત્રીને સીધી દરમિયાનગીરી કરીને મ્યુનિસિપલ કમિશનરને ત્રણ દિવસમાં સફાઈના પ્રશ્નને કોઈ સમાધાનકારી ઉકેલ લાવવા કડક સુચના આપતા પાલિકા સમયે ફરજ બજાવતા 53 કર્મચારીઓને ફરજ ઉપર હાજર કરવા ઓર્ડર કરવો પડયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચક્રવાતની આગાહી, બંગાળની ખાડીમાંથી આવશે મોટી આફત

અમદાવાદના બોપલ-ઘુમામાં વધી રહેલી સમસ્યાને જોતા હવે ખુદ દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારીતા પ્રધાન અમિત શાહે અમદાવાદના અધિકારીઓને ટકોર કરવાની ફરજ પડી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાને સુચના આપી છે કે આગામી ત્રણ દિવસમાં જ આ વિસ્તારની સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે.અમિત શાહની સૂચના મળતાની સાથે જ AMC તંત્ર દોડતું થયું છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ માટે અધિકારીઓનો ઉધડો લીધો અને ત્વરિતે સ્થાનિકોની સમસ્યા દૂર કરવાના આદેશ કર્યા છે.

બોપલ વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાઓથી સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નથી થઈ રહ્યું. આ જ કારણ છે કે સફાઈકર્મીઓ યોગ્ય રીતે પોતાનું કામ નથી કરી રહ્યા. એક તરફ સફાઈકર્મીઓની માગ અને બીજી તરફ AMCનું નઘરોળ તંત્રના વચ્ચે પ્રજાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. જોકે હવે કેન્દ્રીય ગૃહમંત્રીની દરમિયાનગીરીને જોતાં રોજમદાર કર્મચારીઓને ફરજ ઉપર હાજર થવા ઓર્ડર કરાયા બાદ બોપલ-ઘુમામા નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવાશે એમ મનાઈ રહ્યું છે.

Back to top button