લગભગ દરેક ગુજરાતીને ઉત્તરાયણનો તહેવાર પ્રિય હોય છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ પહોંચ્ય હતા અને ત્યાં પરિવાર સાથે અને કાર્યકર્તાઓની હાજરીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ખાસ વાત એ રહી કે તેમણે પતંગ ચગાવવા જવા પહેલા પતંગ અને માંજાની તથા પ્રખ્યાત ઉંધિયાની શાકભાજીની ખરીદી કરી તહેવારને વિશેષ બનાવ્યો.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ હાજર રહ્યાં હતા. તેઓ પરિવાર અને કાર્યકર સાથે વેજલપુર વિધાનસભામાં આવેલા વિનસ પાર્ક ફ્લેટમાં પહોંચ્યા જ્યાં પતંગ ચગાવાની મજા માણી. પ્રથમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા હતા. ત્યાર બાદ તેઓ વંદે માતરમ સિટીમાં અને સાંજે ક્લોલમાં કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે.
મતવિસ્તારમાં ઉજવણી
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ ગઈકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. આજે તેઓ પરિવાર અને કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણી રહ્યા છે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.
જગ્ન્નાથ મંદિર ખાતે દર્શન
આજ સવારે અમદાવાદના પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા. જ્યાં તેમને હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણી છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીએ અમદાવાદની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ