ગુજરાતમધ્ય ગુજરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ નક્કી જાણો ક્યારે આવશે વતન

Text To Speech

ઉત્તરાયણના આ તહેવાર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળશે. અમિતશાહનો ગુજરાત પ્રવાસ નક્કી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ દરમિયાન તેઓ દિલ્હીથી અમદાવાદ ખાતે પરિવાર સાથે ઉજવણી કરવા માટે આવશે.

14 અને 15 જાન્યુઆરીએ આવશે ગુજરાત

અમિતશાહના ગુજરાત પ્રવાસને લઈને વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમીત શાહનો બે દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયેલો છે.જે મુજબ 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાત આવશે. 14 જાન્યુઆરીએ અમિત શાહ પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. જ્યારે અને આ દરમિયાન તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા પણ જશે. તો 15 જાન્યુઆરીએ તેઓ કચ્છની બોર્ડરની મુલાકાત લેવા પણ જઈ શકે છે.

અમિત શાહ-humdekhengenews

પરિવાર અને કાર્યકરતાઓ સાથે ઉજવશે ઉત્તરાયણ

મહત્વું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ઉત્તરાયણનો પર્વ હંમેશા પરિવાર અને કાર્યકરો સાથે મનાવતા હોય છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ પરિવારજનો અને કાર્યકરતાઓ સાથે આ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળશે. અમિતશાહ અમદાવાદમાં વેજલપુર, ઘાટલોડિયા અને કલોલમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે જશે.

આ પણ વાંચો : કોરોનાનો સબ-વેરિઅન્ટ XBB.1.5 29 દેશોમાં મચાવી રહ્યો છે કહેર, ભારતમાં પણ થઈ એન્ટ્રી

Back to top button