- બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો
- અમદાવાદમાં સારવાર માટે કે.ડી.હોસ્પિટલમાં દાખલ હતા
- બહેનનું નિધન થતા ગુજરાતના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન થયુ છે. તેથી અમિત શાહના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. અમિત શાહના બહેન અમદાવાદમાં સારવાર માટે કે.ડી.હોસ્પિટલમાં દાખલ હતા. જેમાં આજે તેમનું નિધન થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી 2ના મોત
બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા હતા. અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અમિત શાહ પોતાની બહેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ વખતે તે તેની બહેનને મળ્યા. અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું, વધુ એક યુવાનનો ભોગ લેવાયો
અમિત શાહ સાથે કેટલાક સંબંધીઓ પણ હતા
આ દરમિયાન અમિત શાહે તેમની બહેનને પૂછપરછ કરી હતી. તેમજ તબીબ સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. અમિત શાહ સાથે કેટલાક સંબંધીઓ પણ હતા. તેઓ લગભગ બે કલાક તેની બહેન સાથે રહ્યા. આ તેમની અંગત મુલાકાત હતી. મુખ્યમંત્રી શિંદે પણ 15 થી 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. તે શાહની બહેનને પણ મળ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી. શિંદેએ પણ ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી.