કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, આજે 5 કાર્યક્રમમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ બે દિવસની મુલાકાતમાં તેઓ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આજના દિવસો તેઓ ગાંધીનગરમાં 4 કાર્યક્રમ અને વડોદરામા એક કાર્યક્રમમા હાજરી આપશે.
અમિતશાહ આજે ગાંઘીનગર અને વડોદરાની મુલાકાતે જશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જશે. જ્યાં જિલ્લા સંકલનની બેઠકમાં તેઓ હાજર રહેશે. આ સાથે જ અમિત શાહ દ્વારા ગાંધીનગર સિવિલમાં નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે અને ગાંધીનગરની મુલાકાત બાદ તેઓ વડોદરા જશે. ત્યા પણ તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપશે.
ગાંધીનગરમાં અમિત શાહના 4 કાર્યક્રમ
અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ અહી 4 કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં પહેલા ઈન્ડિયન ડેરી એસો.ના કાર્યક્રમમાં હાજર રહેશે. અને પછી જિલ્લા વિકાસ સંકલનની બેઠકમાં હાજરી આપશે. તેમજ તેઓ સિવિલમાં નિ:શુલ્ક ભોજન અભિયાન શરૂ કરાવશે અને ગાંધીનગરમાં નારદીપુર તળાવનું લોકાર્પણ પણ કરશે.
વડોદરામાં અમિત શાહનો કાર્યક્રમ
ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ અમિત શાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અમિતશાહ ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે.
અમિત શાહનો આવતી કાલનો કાર્યક્રમ
આવતી કાલે અમિત શાહ જૂનાગઢની મુલાકાતે જશે. જૂનાગઢમાં અમિત શાહ APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે તેમજ જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. સોમનાથ મહાદેવના દર્શન બાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સાંજે અમિત શાહ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
આ પણ વાંચો : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હજુ પણ 3 દિવસ વરસાદની શક્યતા